Gandhinagar : વિદ્યાર્થી વગરની 'શાળા પર લાગશે તાળાં'!
વિદ્યાર્થીઓ વિનાની શાળાઓને લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઇ છે. જેમાં શાળામાં એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓ હવે બંધ થશે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓ બંધ કરવા સૂચન છે. શિક્ષણ વિભાગે તમામ શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. જે પ્રાથમિક...
Advertisement
વિદ્યાર્થીઓ વિનાની શાળાઓને લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઇ છે. જેમાં શાળામાં એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓ હવે બંધ થશે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓ બંધ કરવા સૂચન છે. શિક્ષણ વિભાગે તમામ શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા શૂન્ય હશે તે બંધ કરાશે. જો શાળા બંધ નહીં કરાય, તો જવાબદારી શિક્ષણાધિકારીની રહેશે. તાલુકા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની જવાબદારી રહેશે.
Advertisement


