પાકિસ્તાનમાં 'ઈમરાન ખાન'ની સરકાર પડી, અવિશ્વાસ પ્રસ્તાવમાં પડ્યા 174 વોટ
પાકિસ્તાનમાં આખરે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ
છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં ઈમરાન ખાન વિરુદ્ધ 174 વોટ પડ્યા છે. ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ
પર મતદાન કરતા પહેલા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ સાથે જ શાહબાઝ શરીફ માટે
વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર
મતદાન પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું હતું. PMLN નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન
બનશે. રવિવારે બપોરે 2 વાગ્યે ગૃહની બેઠક બોલાવવામાં આવી શકે છે. કહેવામાં આવી
રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનની પસંદગી થઈ શકે છે. પાકિસ્તાન નેશનલ
એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી
સ્પીકરે રાજીનામું આપી દીધું હતું.
(Source: PTV) pic.twitter.com/adifeKPd8c
— ANI (@ANI) April 9, 2022" title="" target="">javascript:nicTemp();
ઈમરાન ખાનના સેક્રેટરી આઝમ ખાનની બદલી કરી દેવાઈ
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ વચ્ચે ઈમરાનની
પાર્ટી પીટીઆઈના સમર્થકોએ નેશનલ એસેમ્બલીની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.
આ પહેલા લાહોરમાં પણ ઈમરાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેશનલ એસેમ્બલીમાં
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ વચ્ચે ઈમરાન ખાનના સેક્રેટરી આઝમ ખાનની બદલી કરવામાં
આવી છે. આઝમ ખાન સિવાય અન્ય અધિકારીઓની બદલીના સમાચાર પણ આવી રહ્યા છે.
ઈમરાન ખાન પર દેશ છોડવા પર પ્રતિબંધ
ઈમરાન ખાન વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં
અરજી દાખલ કરવામાં આવી છે. ઈમરાન ઉપરાંત ફવાદ ચૌધરી અને શાહ મહેમૂદ વિરુદ્ધ પણ
અરજી દાખલ કરવામાં આવી છે. ત્રણેયના નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL) લિસ્ટમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. આ
અરજી પર હાઈકોર્ટમાં 11 એપ્રિલે સુનાવણી થશે. સાથે જ ઈમરાન ખાન પર દેશ છોડવા પર
પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
લૂંટારાઓ સત્તા પર પરત ફર્યા : ફવાદ ચૌધરી
પાકિસ્તાનના પૂર્વ માહિતી મંત્રીએ કહ્યું કે
આજનો દિવસ પાકિસ્તાન માટે દુઃખદ દિવસ. તેણે કહ્યું કે લૂંટારાઓ સત્તા પર પરત ફર્યા
છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે સારા માણસે ઘરે મોકલી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની
હોવાનો ગર્વ છે અને તેમના જેવો નેતા મળવાનો આશીર્વાદ છે.


