પાકિસ્તાનમાં ઇમરાન ખાનનો જાદુ, પંજાબમાં 20માંથી 15 બેઠકો જીતી
પાકિસ્તાનમાં પંજાબમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ મોટી જીત મેળવી છે. ઈમરાન ખાનની 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (પીટીઆઈ) પાર્ટીએ રવિવારે પંજાબની વિધાનસભા પેટાચૂંટણીમાં 'કલીન સ્વીપ' કરીને વર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફને આંચકો આપ્યો છે. એપ્રિલમાં તેમની હકાલપટ્ટી બાદ તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને વડાપ્રધાન શાહબાઝ શરીફની પાર્ટà«
Advertisement
પાકિસ્તાનમાં પંજાબમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ મોટી જીત મેળવી છે. ઈમરાન ખાનની 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (પીટીઆઈ) પાર્ટીએ રવિવારે પંજાબની વિધાનસભા પેટાચૂંટણીમાં 'કલીન સ્વીપ' કરીને વર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફને આંચકો આપ્યો છે.
એપ્રિલમાં તેમની હકાલપટ્ટી બાદ તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને વડાપ્રધાન શાહબાઝ શરીફની પાર્ટી 'પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ' (PML-N) વચ્ચે આ પહેલી મોટી ચૂંટણી સ્પર્ધા હતી.
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ 15 સીટો કબજે કરવામાં સફળ રહી છે, જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) 4 સીટો જીતી શકી છે. આ સાથે જ એક બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે.
ઉલ્લેખનિય છે કે ઈમરાન ખાનને એપ્રિલમાં પાકિસ્તાનમાં વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' અને વડાપ્રધાન શાહબાઝ શરીફની પાર્ટી 'પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ' વચ્ચે તેમને પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ આ પ્રથમ અને ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી સ્પર્ધા હતી. પીએમ શહબાઝ શરીફના પુત્ર મુખ્યમંત્રી હમઝા શાહબાઝ પોતાનું પદ ગુમાવવા જઈ રહ્યા છે. PTI-PMLQના સંયુક્ત ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહી રાજકીય રીતે મહત્વના પંજાબ પ્રાંતના નવા મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ પર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટે 22 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાને પોતાના કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હું માત્ર PMLN ઉમેદવારોને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના તંત્રને હરાવવા માટે PTI કાર્યકરો અને પંજાબના મતદારોનો આભાર માનું છું. આ સાથે તેણે પોતાના સહયોગીઓનો પણ આભાર માન્યો હતો.


