લો બોલો! ભાજપના નેતાએ કર્યા Gopal Italia ના વખાણ
Gopal Italia : જૂનાગઢમાં ભાજપના નેતા નિલેશ ધૂલેશિયાની એક ફેસબુક પોસ્ટે રાજકીય માહોલ ગરમ કર્યો છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ની પ્રશંસા કરી છે. ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને વિસાવદરના નાગરિકોની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું ધૂલેશિયાએ બિનરાજકીય રીતે સ્વાગત કર્યું. તેમણે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું, "વાહ ગોપાલભાઈ... જાહેર જીવનમાં આપે ઉઠાવેલ આ વિષયને બિનરાજકીય રીતે મૂલવીએ તો..." આ પોસ્ટ વાયરલ થતાં જૂનાગઢના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે, ખાસ કરીને ગોપાલ ઈટાલિયા અને મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચેના અગાઉના રાજકીય ટકરાવ અને તાજેતરની મુલાકાતની તસવીરો વાયરલ થયા બાદ. ધૂલેશિયાની આ પ્રશંસાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો : જોઇ લો નેતાઓના અસલી રંગ! ગોપાલ ઈટાલીયા અને કાંતિ અમૃતિયા સચિવાલયમાં થયા ભેગા


