થોડાક વર્ષોમાં પાશ્ચાત્ય અને ફિલ્મ સંગીતની આંધીમાં આપણું મૂળ સંગીત આડે હાથે મુકાઇ ગયું
કોઈ કારણસર અમદાવાદ શહેરની કલાશિક્ષણ આપતી જાણીતી સંસ્થા “સપ્તક”માં જવાનું થયું. સંસ્થાની શાખ પ્રમાણે જુદા જુદા વર્ગોમાં છ વર્ષથી ઉમરથી માંડીને સાઈઠ વતાવી ચુકેલા અનેક વિદ્યાર્થીઓ જુદા જુદા વર્ગોમાં સિતાર, તબલાં, પખવાજ, કંઠ્યસંગીત અને વાયોલીન સહીત જુદાં જુદાં વાદ્ય સંગીતની શાસ્ત્રીય તાલીમ મેળવતા જોઇને એક ભારતીય નાગરિક તરીકે ખુબજ આનંદ થયો.ભારત પાસે સંગીતની એક ભવ્ય પરંપરા છે
Advertisement
કોઈ કારણસર અમદાવાદ શહેરની કલાશિક્ષણ આપતી જાણીતી સંસ્થા “સપ્તક”માં જવાનું થયું. સંસ્થાની શાખ પ્રમાણે જુદા જુદા વર્ગોમાં છ વર્ષથી ઉમરથી માંડીને સાઈઠ વતાવી ચુકેલા અનેક વિદ્યાર્થીઓ જુદા જુદા વર્ગોમાં સિતાર, તબલાં, પખવાજ, કંઠ્યસંગીત અને વાયોલીન સહીત જુદાં જુદાં વાદ્ય સંગીતની શાસ્ત્રીય તાલીમ મેળવતા જોઇને એક ભારતીય નાગરિક તરીકે ખુબજ આનંદ થયો.
ભારત પાસે સંગીતની એક ભવ્ય પરંપરા છે. સામવેદથી માંડીને સાંપ્રત સુધીનું ભારતીય સંગીત મનની શાંતિ, તંદુરસ્તી અને આધ્યાત્મિક અનુભૂતિ સુધી દોરી જતું એક દિવ્ય માધ્યમ છે. ગમે તે કારણોસર છેલ્લા થોડાક વર્ષોમાં પાશ્ચાત્ય અને ફિલ્મ સંગીતની આંધીમાં આપણું મૂળ સંગીત આડે હાથે મુકાઇ ગયું હોય એવો ઘાટ ઘડાયો છે ત્યારે આવાં પ્રતિકુળ સંજોગોમાં પણ “સપ્તક” અવિરતપણે આપણા મૂળ સંગીતને બાળકોમાં, યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં અને રસ ધરાવતા વયસ્થ નાગરિકોમાં સંક્રાંત ધરાવવાનો જે પુણ્ય પ્રયત્ન કરી રહ્યું છે.
આપણે સૌએ આ પ્રયત્નોને બીરદાવવા જોઈએ અને એમના પ્રયત્નોમાં એક પ્રોત્સાહક બળ તરીકે સામેલ થવું જોઈએ. હાલતો સપ્તકને વંદન, અભિનંદન અને શુભકામનાઓ.


