અમરાઇવાડીમાં પતિએ પોતાની ખોટી સહી કરી પત્ની ગેરકાયદે સ્ત્રી બીજ ડોનેટ કરતી હોવાની નોંધાવી ફરીયાદ
અમરાઈવાડીમાં પતિની ખોટી સહીઓ કરીને સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાઇ છે.સ્ત્રી બીજ ડોનેટના કૌભાંડને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.પતિ અને પત્ની વચ્ચેના વિવાદમાં ગેરકાયદે સ્ત્રી બીજના ડોનેટના નામે ચાલતા ધંધાનો પર્દાફાશ થયો.અમરાઈવાડીમાં પતિ પત્નીના ઝઘડામાં આ સ્ત્રી બીજ ડોનેટનું રેકેટ સામે આવ્યું. મહિલાઓને પૈસાની લાલચ આપીને ગેરકાયદે સ્ત્રી બીજ ડોનેટ કરવાàª
Advertisement
અમરાઈવાડીમાં પતિની ખોટી સહીઓ કરીને સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાઇ છે.સ્ત્રી બીજ ડોનેટના કૌભાંડને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.પતિ અને પત્ની વચ્ચેના વિવાદમાં ગેરકાયદે સ્ત્રી બીજના ડોનેટના નામે ચાલતા ધંધાનો પર્દાફાશ થયો.
અમરાઈવાડીમાં પતિ પત્નીના ઝઘડામાં આ સ્ત્રી બીજ ડોનેટનું રેકેટ સામે આવ્યું. મહિલાઓને પૈસાની લાલચ આપીને ગેરકાયદે સ્ત્રી બીજ ડોનેટ કરવામાં આવે છે. અમરાઈવાડીમાં રહેતા રસિક ચાવડા નામના વ્યક્તિએ પોતાની પત્ની અનિતા ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની આર્થિક ફાયદા માટે સ્ત્રીબીજ ડોનેટ કરે છે અને તેમાં પતિની હાજરી વગર ખોટી સહીઓ કરીને પૈસા મેળવે છે. તેની સાથે હંસાબેન પરમાર નામની મહિલા એજન્ટ પણ સંડોવાયેલી છે જેઓ ખોટા આધાર કાર્ડ નો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે સ્ત્રી બીજ નું ડોનેટ કરી રહ્યા છે..
અમરાઈવાડીમાં રહેતા રસિક ચાવડાના લગ્ન 2010માં અનિતા સાથે થયા હતા તેઓના લગ્ન જીવનમાં બે દીકરીઓ છે પાંચ વર્ષ બાદ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસને લઈને ઝઘડા શરૂ થઈ ગયા હતા જેથી 2019 પતિ પત્ની અલગ થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ સમાધાન થતા ફરી સાથે રહેવા લાગ્યા હતા આ દરમ્યાન બંને પતિ પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા એટલે 2020 માં અનિતા રિસાઈને પિયર જતી રહી હતી. ત્યારે તે સ્ત્રી બીજ ડોનેટ કરાવતા એજન્ટ હંસાબેન પરમારના સંપર્કમાં આવી હતી.અને તેમણેઆધારકાર્ડમાં જન્મના વર્ષમાં છેડછાડ કરીને તેની ઝેરોક્ષ કઢાવીને સ્નેહ હોસ્પિટલના ડોનેટ કર્યું હતું.ત્યારે સાક્ષી તરીકે અનિતાએ પતિની ખોટી સહી કરી હોવાનું આક્ષેપ રસિક ચાવડાએ ફરિયાદમાં કર્યો છે. પોલીસે આ આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી.અમરાઈવાડી પોલીસે સ્ત્રીબીજ ડોનેટની પ્રક્રિયા કાયદેસર છે કે ગેરકાયદે તેની તપાસ શરૂ કરી છે.આ ઉપરાંત ફરિયાદીએ જે ખોટા ડોક્યુમેન્ટ ના આક્ષેપો કર્યા છે તે મુદ્દે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


