Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આંધ્ર પ્રદેશમાં 10 વર્ષના બાળકના મૃતદેહને પિતા 90 કિમી સુધી બાઇક પર લઇ ગયા, જુઓ હ્રદયદ્રાવક વિડીયો

આંધ્રપ્રદેશમાંથી માનવાાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના તિરુપતિની એક સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે વધુ પૈસા માગ્યા બાદ એક વ્યક્તિએ તેના 10 વર્ષના પુત્રના મૃતદેહને મોટરસાઈકલ પર 90 કિલોમીટર સુધી લઈ જવાની ફરજ પડી હતી. ડ્રાઇવરે માગેલા પૈસા ચૂકવવામાં અસમર્થ પિતા બાઇક પર પુત્રનો મૃતદેહ લઇ ઘરે પહોંચ્યા હતા. તિરુપતિથી લગભગ 90 કિમી દૂર અન્નમય જિલ્
આંધ્ર પ્રદેશમાં 10 વર્ષના બાળકના મૃતદેહને પિતા 90 કિમી સુધી બાઇક પર લઇ ગયા  જુઓ હ્રદયદ્રાવક વિડીયો
Advertisement
આંધ્રપ્રદેશમાંથી માનવાાને શર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના તિરુપતિની એક સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરે વધુ પૈસા માગ્યા બાદ એક વ્યક્તિએ તેના 10 વર્ષના પુત્રના મૃતદેહને મોટરસાઈકલ પર 90 કિલોમીટર સુધી લઈ જવાની ફરજ પડી હતી. ડ્રાઇવરે માગેલા પૈસા ચૂકવવામાં અસમર્થ પિતા બાઇક પર પુત્રનો મૃતદેહ લઇ ઘરે પહોંચ્યા હતા. તિરુપતિથી લગભગ 90 કિમી દૂર અન્નમય જિલ્લાના ચિતવેલ સુધી તેઓ બાઇક પર મૃતદેહ સાથે પહોંચ્યા હતા. ઘટના સામે આવ્યા બાદ ભારે હોબાળો પણ થયો છે.
બાળકના પિતા ખેતમજૂર
સોમવારે રાત્રે આરયુઆઇએ સરકારી જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખેતમજૂરના પુત્ર જેસવાનું મોત નીપજ્યું એવો આરોપ છે કે હોસ્પિટલમાં પ્રથમ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે મૃતદેહને બીજી એમ્બ્યુલન્સમાં લઈ જવાની ના પાડી હતી અને મૃતદેહને પોતાની એમ્બ્યુલન્સમાં જ લઇ જવાનો આગ્રહ કર્યો હતો. હતું. એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મૃતદેહને ઘરે લઈ જવા માટે 10,000 રૂપિયા માગ્યા હતા.  છોકરાના પિતા આ રકમ ચૂકવવામાં અસમર્થ હતા. તેમણે તેમના સંબંધીઓને જાણ કરી, જેમણે મૃતદેહને ઘરે લાવવા માટે બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી.

લોકોમાં આક્રોશ
આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની હતી અને હોસ્પિટલ એમ્બ્યુલન્સના ડ્રાઇવર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમની એમ્બ્યુલન્સનું સંચાલન બંધ કરી દીધું છે અને ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો સાથે મિલીભગત કરી છે જેઓ લોકોને લૂંટી રહ્યા છે. વિપક્ષ ટીડીપી અને ભાજપના નેતાઓએ હોસ્પિટલમાં ધરણા કર્યા છે. તેમણે ઘટનાની તપાસ કરવા હોસ્પિટલ આવેલા મહેસૂલ વિભાગીય અધિકારી (RDO)ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની નિંદા કરી હતી.
નાયડુએ ટ્વીટમાં શું કહ્યું?
ચંદ્રાબાબુ નાયડુએ ટ્વિટ કર્યું, ‘મારું હૃદય નિર્દોષ નાના જેસાવા માટે દુઃખી છે, જેનું તિરુપતિની RUIA હોસ્પિટલમાં મૃત્યુ થયું. તેના પિતાએ અધિકારીઓને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા વિનંતી કરી, જે મળી ન હતી. ગરીબીથી પીડાતા પિતા પાસે પોતાના બાળકને બાઇક પર 90 કિલોમીટર સુધી લઈ જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ હૃદયદ્રાવક દુર્ઘટના આંધ્ર પ્રદેશમાં સ્વાસ્થ્ય માળખાની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, જે YS જગન મોહન રેડ્ડીના પ્રશાસન હેઠળ ભાંગી રહી છે.’
Advertisement
Tags :
Advertisement

.

×