Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંજારમાં સંચાલકો તો શાળા બંધ કરીને જતા રહ્યા, પણ ત્યાર બાદ શું થયું ?

અંજારમાં આવેલી કન્યાશાળાના સંચાલકોની ઘોર બેદરકારી બહાર આવી છે. શાળા સંચાલકો બપોરના અરસામાં શાળા બંધ કરીને જતા રહ્યા હતા પણ ચાર-પાંચ વર્ષની બાળકી શાળાની અંદર જ રહી ગઇ હતી. દોઢથી બે કલાક સુધી આ બાળકી શાળામાં જ પુરાયેલી રહી હતી. આખરે શાળા સંચાલકોને જાણ કરાતા તેમણે શાળામાં આવીને બાળકીને બહાર કાઢી હતી. શું હતો મામલો બુધવારે અંજારમાં વિચિત્ર કિસ્સો બન્યો હતો જેથી તેની સર્વત્ર ચર્ચા à
અંજારમાં સંચાલકો તો શાળા બંધ કરીને જતા રહ્યા  પણ ત્યાર બાદ શું થયું
Advertisement
અંજારમાં આવેલી કન્યાશાળાના સંચાલકોની ઘોર બેદરકારી બહાર આવી છે. શાળા સંચાલકો બપોરના અરસામાં શાળા બંધ કરીને જતા રહ્યા હતા પણ ચાર-પાંચ વર્ષની બાળકી શાળાની અંદર જ રહી ગઇ હતી. દોઢથી બે કલાક સુધી આ બાળકી શાળામાં જ પુરાયેલી રહી હતી. આખરે શાળા સંચાલકોને જાણ કરાતા તેમણે શાળામાં આવીને બાળકીને બહાર કાઢી હતી. 

શું હતો મામલો 
બુધવારે અંજારમાં વિચિત્ર કિસ્સો બન્યો હતો જેથી તેની સર્વત્ર ચર્ચા ઉભી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ  અંજારની કન્યાશાળા નંબર એક ખાતે બુધવારે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં શાળાના સંચાલકો શાળા છૂટયા બાદ  શાળા બંધ કરીને ચાલ્યા ગયા હતા.  જો કે એક ચારથી પાંચ વર્ષની વિદ્યાર્થીની શાળાની અંદર રહી ગઇ હતી અને તેની પર કોઇનું ધ્યાન ગયુ ન હતું. બાળકી શાળામાં પુરાઇ જતાં તેને  પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શાળામાં પુરાઇ જતાં તે ગભરાઇ ગઇ હતી અને રડવા માંડી હતી. બાળકીના રજવાના અને દરવાજો ખખડાવવાના અવાજથી સ્થાનિક રહિશો એકત્ર થઇ ગયા હતા. 
દોઢથી બે કલાક બાળા પુરાયેલી રહી 
દરવાજો બંધ હોવાથી  વિધ્યાર્થીની કઇ રીતે શાળાની બહાર નીકળે તે એક સવાલ ઉભો થયો હતો.  બાળકીએ દરવાજો સતત ખખડાવતા કોઈનું ધ્યાન આ શાળાના ગેટ પાસે જતા તેઓએ તાત્કાલિક શાળાના સંચાલકોનું ધ્યાન  દોર્યું હતું.ત્યારબાદ  દોઢથી બે કલાકમાં શાળાના સંચાલકો આવી ગયા હતા અને વિદ્યાર્થીનીને  બહાર કાઢી હતી.  સમગ્ર કિસ્સામાં શાળાના સંચાલકોની  બેદરકારી બહાર આવવા પામી છે.  જો લોકોનું ધ્યાન ન ગયું હોત તો બાળકીનું શું થાત તે એક સવાલ લોકોના મુખે ઉભો થવા પામ્યો છે બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ લોકો દ્વારા ઉઠવા પામી છે.
બાળકો પર નકારાત્મક અસર પડે છે
શાળા સંચાલકોની આ અક્ષમ્ય બેદરકારી કહી શકાય કારણ કે શાળા બંધ થયા બાદ શાળામાં કોઇ વિદ્યાર્થી રહી ગયું છે કે કેમ તેની શાળા બંધ કરતા પૂર્વે શાળા સંચાલકોએ તપાસ કરવી જરુરી છે. ચારથી પાંચ વર્ષનું બાળક દોઢથી બે કલાક સુધી શાળા પરિસરમાં એકલું કઇ રીતે રહી શકે તે સવાલ છે. દોઢથી બે કલાક સુધી શાળામાં પુરાયેલી બાળકીને ખરાબ માનસિક અસર પડી શકે છે. બાળકો પર નકારાત્મક અસર પડી શકે છે. 
Tags :
Advertisement

.

×