ભરુચના શુકલતીર્થમાં પાડોશીએ જ લૂંટનો પ્લાન ઘડયો અને
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા ફળિયાના માછીવાડ વિસ્તારમાં પાડોશીએ પાડોશીના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન ઘડયો હતો. આ ઘટનામાં બારીમાંથી બે લુંટારૂઓએ પ્રવેશતા ઘરમાં ઊંઘતી મહિલા જાગી ગઇ હતી. મહિલા લૂંટારૂઓ ને ઓળખતી હોવાના કારણે લૂંટનો ભાંડો ન ફૂટી જાય તે માટે બંને લુંટારૂએ મહિલાને પકડી રાખી તકિયા વડે મોઢું દબાવી તીક્ષ્ણ હથિયારથી મહિલાને ઘા ઝીંકી દીધા હતા અને ભાગી છુટયા હતા. લૂં
Advertisement
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નર્મદા ફળિયાના માછીવાડ વિસ્તારમાં પાડોશીએ પાડોશીના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન ઘડયો હતો. આ ઘટનામાં બારીમાંથી બે લુંટારૂઓએ પ્રવેશતા ઘરમાં ઊંઘતી મહિલા જાગી ગઇ હતી. મહિલા લૂંટારૂઓ ને ઓળખતી હોવાના કારણે લૂંટનો ભાંડો ન ફૂટી જાય તે માટે બંને લુંટારૂએ મહિલાને પકડી રાખી તકિયા વડે મોઢું દબાવી તીક્ષ્ણ હથિયારથી મહિલાને ઘા ઝીંકી દીધા હતા અને ભાગી છુટયા હતા. લૂંટારુઓના લોહી વાળા હાથ દીવાલો ઉપર લાગેલા હોવાના કારણે પોલીસે એફએસએલની મદદ લેવા સાથે બંને લુંટારૂઓ સામે ગુનો દાખલ કર્યો છે.
રોકડ અને દાગીના ઘરમાં હોવાથી લૂંટ કરવા આવ્યા
બનાવની નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના નર્મદા ફળીયા ના માછીવાડ વિસ્તારમાં નયનાબેન ગીરીશભાઈ માછી પટેલ પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા તે દરમ્યાન તેના ઘરની સામે રહેતા પંકજ સોમાભાઈ માછી પટેલ અને અર્જુન ગણપતભાઈ માછી પટેલ બંનેએ લૂંટનો પ્લાન ઘડયો હતો. નયનાબેન માછી પટેલની દીકરીનું શ્રીમંત હોવાના કારણે ઘરમાં રોકડ અને સોના ચાંદીના દાગીના હોવાની શંકાએ પંકજ સોમાભાઈ માછી પટેલ અને અર્જુન ગણપતભાઈ માછી પટેલ નયનાબેનના ઘરના મુખ્ય દરવાજાની બારીમાંથી લૂંટ કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા હતા.તે દરમ્યાન ઘરમાં ઊંઘતા નયનાબેન માછી પટેલ જાગી જતાં ઘરમાં પ્રવેશેલા પંકજ સોમાભાઈ માછી પટેલ અને અર્જુન ગણપતભાઈ માછી પટેલને તમે મારા ઘરમાં કેવી રીતે ઘુસ્યા તેમ પુછતાં જ ઉશ્કેરાયેલા બંને જણા પૈકીના એકે મહિલા ના પગ પકડી બીજાએ તકિયા વડે મોઢું દબાવી મહિલાને મારી નાંખવાની કોશિષ કરી હતી.
લૂંટારુઓનો મહિલાએ હિંમતભેર સામનો કર્યો
લુંટારૂ અને મહિલા વચ્ચે ઝપાઝપી થતા મહિલાએ બંને લુંટારૂઓનો પ્રતિકાર કરી હિંમત દાખવી હતી, પંરતુ લુંટારૂઓને ઈજાગ્રસ્ત મહિલા ઓળખતી હોવાના કારણે મહિલાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી લોહી લુહાણ કરી પાડોશી લુંટારૂ ભાગી ગયા હતા.
પોલીસે બંને લૂંટારુઓની શોધખોળ શરુ કરી
લુંટારૂ ભાગી ગયા બાદ ગંભીર રીતે ઘવાયેલી નયનાબેન માછી પટેલે ઘરની બહાર નિકળી બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ નયનાબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


