દિલ્હીમાં સગીરે પિતાને માર માર્યાનો બદલો લેવા જાહેરમાં શખ્સને મારી ગોળી, Video
દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક સગીર છોકરો એક ગલીમાં બેઠેલા એક યુવકને ગોળી મારતો જોવા મળી રહ્યો છે. ગોળી મારનારા છોકરા સાથે તેના સાથી મિત્રો પણ જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સગીર છોકરાએ પિતાની મારમાર્યાનો બદલો લેવા માટે આ શખ્સને ગોળી મારી છે.આ ઘટનાને અંજામ આપ્યા બાદ તે તેના મિત્રો સાથે તે જગ્યાએથી તુà
Advertisement
દેશની રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક સગીર છોકરો એક ગલીમાં બેઠેલા એક યુવકને ગોળી મારતો જોવા મળી રહ્યો છે. ગોળી મારનારા છોકરા સાથે તેના સાથી મિત્રો પણ જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સગીર છોકરાએ પિતાની મારમાર્યાનો બદલો લેવા માટે આ શખ્સને ગોળી મારી છે.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ તે તેના મિત્રો સાથે તે જગ્યાએથી તુરંત જ ભાગી જાય છે. સગીર છોકરો તે સમયે વ્યક્તિને ગોળી મારી જ્યારે તે પાર્ક પાસે બેઠો હતો. આ ઘટનાનો વિડીયો CCTVમાં કેદ થયો હતો જે હાલ સોશિયલ મીડિયા રક વાયરલ થઇ રહ્યો છે. ફૂટેજમાં એક માણસ પાર્કની સામે આવેલી દુકાનના વરંડા પાસે બેઠો દેખાય છે. આ દરમિયાન ચાર છોકરાઓ આવે છે, જેમાંથી એક વરંડામાં બેઠેલા વ્યક્તિને આંખમાં બંદૂકથી ગોળી મારી દે છે. જે બાદ ત્રણ છોકરા આગળ અને એક છોકરો પાછળથી દોડવા લાગે છે. ગોળી મારનાર છોકરાનું નામ જાવેદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે સાંજે પાર્ક પાસેના વરંડામાં બેઠો હતો.
જહાંગીરપુરી પોલીસે આ સંદર્ભે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને ચાર સગીરોની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી છે. સગીરે જણાવ્યું કે, થોડા દિવસો પહેલા પીડિતાએ તેના પિતાને માર માર્યો હતો, જેનો બદલો લેવા તેણે આ કૃત્ય કર્યું હતું. પીડિત હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેની હાલત ખતરાની બહાર છે પરંતુ તેની આંખમાં ગંભીર ઈજાઓ થઈ છે.
Advertisement


