Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં યુવતીની ખુલ્લેઆમ દાદાગીરી, મિત્રો સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો, જુઓ વિડીયો

દેશની રાજધાની દિલ્હીમાં પોલીસકર્મી સાથે જાહેરમાં મારપીટની એક ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી તેના મિત્રો સાથે દિલ્હી પોલીસના જવાનને જાહેરમાં મારી રહી છે. રસ્તા પર ખુલ્લેઆમ દાદાગીરી બતાવતા તે યુવતી અને તેના સાથીઓ પોલીસ કર્નમીને મારી રહ્યા ચે અને અન્ય લોકો તેનો તમાશો જઇ રહ્યા છે.  મળતી માહિતી મુજબ જ્યાકે તે પોલીસકર્મી ટ્રાફિક ખોલવ
દિલ્હીમાં યુવતીની ખુલ્લેઆમ દાદાગીરી  મિત્રો સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો  જુઓ વિડીયો
Advertisement
દેશની રાજધાની દિલ્હીમાં પોલીસકર્મી સાથે જાહેરમાં મારપીટની એક ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી તેના મિત્રો સાથે દિલ્હી પોલીસના જવાનને જાહેરમાં મારી રહી છે. રસ્તા પર ખુલ્લેઆમ દાદાગીરી બતાવતા તે યુવતી અને તેના સાથીઓ પોલીસ કર્નમીને મારી રહ્યા ચે અને અન્ય લોકો તેનો તમાશો જઇ રહ્યા છે. 

મળતી માહિતી મુજબ જ્યાકે તે પોલીસકર્મી ટ્રાફિક ખોલવા દેવલી રોડ પર પહોંચ્યો ત્યારે તેની સાથે આ ઘટના બની છે. આ મામલે યુવતીએ પોલીસ કર્મચારીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. જો કે બીજી તરફ જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઇ શકાય છે કે યુવતી તે પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરે છે અને તેને મારે પણ છે. જેમાં યુવતીને તેના મિત્રો પણ સમર્થન આપે છે.
આ મારપી અને હોબાળા બાદ ત્યાં હાજર અન્ય ટ્રાફિક કર્મચારીઓએ મામલાને શાંત પાડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે આ ઘટના બુધવારે સવારે લગભગ 10 વાગ્યા આસપાસની છે. જ્યારે પોલીસકર્મીએ દેવલી વળાંક પર રોંગ સાઇડમાંથી આવી રહેલી સ્કૂટી સવાર યુવતીને રોકી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને તેના અન્ય સાથીઓ સાથે મળીને તેની સાથે મારપીટ કરી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર છે, જો કે આમ છતા તેમાંથી કોઈ પોલીસકર્મીની મદદ કરવા આગળ ન આવ્યું. બધા લોકો ઘટનાનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. 
Advertisement
Tags :
Advertisement

.

×