માઉન્ટ આબુમાં- 7 ડીગ્રી તાપમાન, ઠંડીને લઈ જન જીવન પર માંઠી અસર
છેલ્લા કેટલાય સમય થી વાદળ છાયું વાતાવરણ જોવા મળતું હતું જોકે છેલ્લા બે દિવસ થી વાદળા હટતા એકા એક વાતાવરણ માં પલ્ટો આવતા ની સાથેજ પવન ફૂંકાયો હતો જેને લઈને બુધવાર ની રાત્રી એ માઉન્ટ આબુ માં હાડ થ્રિજાવતી ઠંડી પડી હતી જેને લઈ ને જન જીવન પર માંઠી અસર જોવા મળી હતી જેને લઈને માઉન્ટ વાસીઓ તેમજ પર્યટકો ઠંડીમાં ઠુઠવાયા હતા બે દિવસ થી સુસવાટા સાથે પવન ફૂંકાઈ રયો છે જેને લઈને દિવસ દરમિયાન à
Advertisement
છેલ્લા કેટલાય સમય થી વાદળ છાયું વાતાવરણ જોવા મળતું હતું જોકે છેલ્લા બે દિવસ થી વાદળા હટતા એકા એક વાતાવરણ માં પલ્ટો આવતા ની સાથેજ પવન ફૂંકાયો હતો જેને લઈને બુધવાર ની રાત્રી એ માઉન્ટ આબુ માં હાડ થ્રિજાવતી ઠંડી પડી હતી જેને લઈ ને જન જીવન પર માંઠી અસર જોવા મળી હતી જેને લઈને માઉન્ટ વાસીઓ તેમજ પર્યટકો ઠંડીમાં ઠુઠવાયા હતા
બે દિવસ થી સુસવાટા સાથે પવન ફૂંકાઈ રયો છે જેને લઈને દિવસ દરમિયાન રાહદારીઓ ગરમ વસ્ત્રો પહેરી ઠંડી થી બચવાના પ્રયાસો કરી રયા હતા વાતાવરણના પારામાં ભારે ઘટાડાથી માઉન્ટ આબુમાં ઘણી જગ્યાએ બરફ ની ચાદરો છવાઈ ગઈ હતી ખુલ્લા ખેતરો સહિત પોલો ગ્રાઉન્ડ મેદાન અને નક્કી લેખ માં પડેલ બોટો માં બરફ ના થોર જામી ગયા હતા જેને લઈ ને પર્યટકો બરફની ચાદરો ને હાથ માં લઇ ને ફોટો ગ્રાફી કરી આનંદ માણ્યો હતો
તો બીજી બાજુ નક્કી લેખના નાળાઓમાં પાણીમાં બરફના થોર જામી ગયા હતા પાર્ક કરાયેલી કારની છત તેમજ ખુલ્લામાં પડી રહેલા પાણીના વાસણોમાં બરફના થોર જામી ગયા હતા બરફ મેદાનોમાં જામી ગયેલો બરફ લોકોની દિનચર્યામાં નોંધપાત્ર અસર જોવા મળી હતી. લોકો બોનફાયરની મદદથી ઠંડીને દૂર કરવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા તો બીજી બાજુ પેસેજર ગાડી ઓ સહિત પર્યટકોની પાર્ક કરાયેલી ગાડીઓના એન્જીન ઓઇલ પણ ઠરી જતા વાહન ચાલકો કલાકો સુધી ગાડી ઓને ધક્કા મારી મહા મુસીબતે વાહનોને ચાલુ કરતા નજરે પડ્યા હતા
શિયાળાની ઋતુમાં સિઝનમાં સૌ પ્રથમ વાર પારો ગગડીને માઇન્સ 7 ડીગ્રી એ પહોંચ્યો ગયો હતો હાડ થ્રિ જાવતી ઠંડીને લઈને માઉન્ટ આબુના રોડ રસ્તા સુમ સામ જોવા મળ્યા હતા શિયાળાની ઋતુ નો આનંદ માણવા આવેલા કેટલાક પર્યટકો પણ મોડે સુધી હોટલોના રૂમો માં પુરાઈ રયા હતા છેલ્લાદસ વર્ષ બાદ જાન્યુઆરી માં ઠંડીનો પ્રકોપ માઇન્સ 7 ડીગ્રી પહોંચતા સમગ્ર માઉન્ટ વાસીઓ ઠંડી માં ઠુઠવાયા હતા મોડે બપોર સુધી ઠંડીની સિલસિલો જોવા મળ્યો હતોસ્થાનિકો તેમજ પર્યટકો બરફના થોરને હાથ માં લઈને ફોટો ગ્રાફ તેમજ વિડીયો બનાવી ને આનંદ માણતા નજરે પડયા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


