Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં વરરાજાએ લગ્નમાં કન્યાને ભેટમાં આપ્યો ગધેડો, જાણો શું છે કારણ

પાકિસ્તાનમાં ગધેડાનું ખૂબ મહત્વ છે. પાડોશી દેશ પાકિસ્તાનના મોટા શહેરોમાં ગાય અને ભેંસ કરતાં ગધેડાઓનું મોટું બજાર છે. પાકિસ્તાનમાં ગધેડાનું મહત્વ દર્શાવતા એક અનોખા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, અહીં એક યુટ્યુબરે તેની દુલ્હનને તેના લગ્ન પછી એક ગધેડો ભેટમાં આપ્યો છે. અઝલાન શાહ નામનો યુટ્યુબર તેની પત્નીને ગધેડો ભેટમાં આપીને ચર્ચાનો વિષય બન્યો છે.રિસેપ્શનમાં પત્નીને ગધેડો ભેà
પાકિસ્તાનમાં વરરાજાએ લગ્નમાં કન્યાને ભેટમાં આપ્યો ગધેડો  જાણો શું છે કારણ
Advertisement
પાકિસ્તાનમાં ગધેડાનું ખૂબ મહત્વ છે. પાડોશી દેશ પાકિસ્તાનના મોટા શહેરોમાં ગાય અને ભેંસ કરતાં ગધેડાઓનું મોટું બજાર છે. પાકિસ્તાનમાં ગધેડાનું મહત્વ દર્શાવતા એક અનોખા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, અહીં એક યુટ્યુબરે તેની દુલ્હનને તેના લગ્ન પછી એક ગધેડો ભેટમાં આપ્યો છે. અઝલાન શાહ નામનો યુટ્યુબર તેની પત્નીને ગધેડો ભેટમાં આપીને ચર્ચાનો વિષય બન્યો છે.
રિસેપ્શનમાં પત્નીને ગધેડો ભેટમાં આપ્યો
યુટ્યુબર અઝલાન શાહના કહેવા પ્રમાણે, તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે, તેથી તેણે તેના રિસેપ્શનમાં તેની પત્નીને એક ગધેડો ભેટમાં આપ્યો. આટલું જ નહીં, અઝલને તેની સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ગિફ્ટેડ વીડિયો અને ફોટો શેર કર્યા છે, જેના પર લોકોએ કોમેન્ટ કરી છે.
અનન્ય અભિગમ
દરેક વ્યક્તિ જાણે છે કે લગ્નમાં, વરરાજા કન્યાને ભેટ આપે છે અને કન્યા તેના વરરાજાને ભેટ આપે છે. પતિ-પત્ની એ વાતનું ધ્યાન રાખે છે કે ભેટ એકબીજાની પસંદગીની હોવી જોઈએ. પરંતુ પાકિસ્તાની વર અઝલાને  એક અનોખી ભેટ આપીને સૌને ચોંકાવી દીધા છે.  લોકો તેમની પત્નીઓને સોનાના ઘરેણા અથવા કોઈપણ મોંઘી ભેટ આપે છે. યુટ્યુબર અઝલાન શાહે તેની પત્ની વારિષાને ગધેડાનું બચ્ચું ગિફ્ટ કર્યુ છે. અને વારિષાએ પતિ તરફથી મળેલી આ ગીફ્ટને ખુશી-ખુશી વધાવી લીધી છે. 
"હું તને ગધેડો નહિ રહેવા દઉં"
અઝલાન શાહ એનિમલ લવર અને વીડિયો ક્રિએટર છે. લોકો તેમની નિર્દોષતા માટે તેમના વખાણ કરી રહ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે "હવે સવાલ એ છે કે માત્ર ગધેડો જ શા માટે, કારણ કે તને તે ગમે છે અને તે વિશ્વનું સૌથી મહેનતુ અને સૌથી પ્રેમાળ પ્રાણી છે."  પતિ અઝલાન શાહની પોસ્ટનો જવાબ આપતાં, કન્યા વારિશાએ પતિને હળવા અંદાજમાં કહ્યું , "હું તને ગધેડો નહીં રહેવા દઉં'
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×