Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાણીપમાં 77 વર્ષના વૃદ્ધે 13 વર્ષના બાળક સાથે શારીરિક અડપલાં કરીને બીભત્સ હરકતો કરી

શહેરમાં દિવસે ને દિવસે નાના બાળકો શારીરિક છેડછાડ તથા બીભત્સ હરક્તના ભોગ બની રહ્યા છે ત્યારે રાણીપ વિસ્તારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાણીપમાં  સગીર વયના બાળક સાથે 77 વર્ષના વૃદ્ધે  શારીરિક અડપલાં કર્યા હતા અને બીભત્સ હરકતો કરી હતી. બાળકના પરિવારે આ મામલે  વૃદ્ધ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરુ કરી હતી.પોલીસ  સુત્રોએ જણાવ્યું હતું કે રાણીપમા
રાણીપમાં 77 વર્ષના વૃદ્ધે 13 વર્ષના બાળક સાથે શારીરિક અડપલાં કરીને બીભત્સ હરકતો કરી
Advertisement
શહેરમાં દિવસે ને દિવસે નાના બાળકો શારીરિક છેડછાડ તથા બીભત્સ હરક્તના ભોગ બની રહ્યા છે ત્યારે રાણીપ વિસ્તારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાણીપમાં  સગીર વયના બાળક સાથે 77 વર્ષના વૃદ્ધે  શારીરિક અડપલાં કર્યા હતા અને બીભત્સ હરકતો કરી હતી. બાળકના પરિવારે આ મામલે  વૃદ્ધ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરુ કરી હતી.
પોલીસ  સુત્રોએ જણાવ્યું હતું કે રાણીપમાં એક પરિવારમાં માતા પિતા અને  તેમનો 13 વર્ષનો દીકરો ભાડે રહેતો હતો. તેમના 77 વર્ષના વૃદ્ધ મકાન માલીક હતા. માતા પિતા કામથી બહાર ગયા હતા ત્યારે 13 વર્ષનો દીકરો ઘરે એકલો હતો ત્યારે ત્યાં અચાનક તેમના વૃદ્ધ મકાન માલિક  આવ્યા હતા.મકાન માલિકે ઘરમાં કોઈ ના હોવાથી એકલતાનો લાભ ઉઠાવીને બાળક સાથે સૌ પ્રથમ શારીરિક અડપલાં કર્યા હતા બાદમાં બાળક સાથે બીભત્સ વર્તન શરૂ કર્યું હતું. આ દરમિયાન બાળકના માતા પિતા પરત આવ્યા હતા ત્યારે વૃદ્ધ ઘરમાથી ભાગતા ભાગતા બહાર નીકળ્યા હતા.પરિવારને શક જતા ઘરમાં આવીને બાળકને પૂછયું ત્યારે બાળકે પરિવારને વૃદ્ધે કરેલી હરકતો અને તેના વર્તન અંગે જણાવ્યું હતું જેથી   તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને માતાએ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી.રાણીપ પોલીસે સમગ્ર મામલે વૃદ્ધ સામે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને અટકાયત કરી છે
Tags :
Advertisement

.

×