સાસણ ગીરના જંગલમાં કાચબાએ ત્રણ સિંહને હંફાવ્યા, કુદરતી કવચે બચાવ્યો જીવ, જુઓ વાયરલ વીડિયો...
જૂનાગઢમાં સાસણ ગીરના જંગલોમાં અદભૂત ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જ્યાં કાચબાએ એક નહીં બે નહીં પણ ત્રણ-ત્રણ સિંહોને હંફાવ્યા, આ વીડિયો કામલેશ્વર ડેમ વિસ્તારનો છે અને સાસણ DCF મોહન રામ એ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, વનરાજા સિંહ કાચબાને શિકાર સમજી ખાવાની કોશિશ કરે છે, પરંતુ કહેવાય છે ને કે ભગવાને તમામને એક ખાસ વસ્તુ આપી હોય છે. અને કાચબાની એ ખાસ વસ્તું તેà
Advertisement
જૂનાગઢમાં સાસણ ગીરના જંગલોમાં અદભૂત ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જ્યાં કાચબાએ એક નહીં બે નહીં પણ ત્રણ-ત્રણ સિંહોને હંફાવ્યા, આ વીડિયો કામલેશ્વર ડેમ વિસ્તારનો છે અને સાસણ DCF મોહન રામ એ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, વનરાજા સિંહ કાચબાને શિકાર સમજી ખાવાની કોશિશ કરે છે, પરંતુ કહેવાય છે ને કે ભગવાને તમામને એક ખાસ વસ્તુ આપી હોય છે. અને કાચબાની એ ખાસ વસ્તું તેનું કવચ છે. અને તેના કારણ જે કાચબો જંગલના રાજાનો કોળિયો બનતા રહી ગયો. કાચબાને આપેલ કુદરતી કવચે તેનો જીવ બચાવ્યો. જેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. જંગલમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતું આવા દ્રશ્યો કેમેરામાં ભાગ્યે જ કેદ થઇ શકે છે.


