ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસો વધતાં જોવા મળી રહયા છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 577 કેસ સામે આવ્યા છે. જયારે બે લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 633 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 39 હજાર 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ
Advertisement
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસો વધતાં જોવા મળી રહયા છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 577 કેસ સામે આવ્યા છે. જયારે બે લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ 633 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10950 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 39 હજાર 9 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 247 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 67, મહેસાણામાં 31, વડોદરા શહેરમાં 31, ભાવનગર શહેરમાં 28, પાટણમાં 27, ગાંધીનગર શહેરમાં 20, નવસારીમાં 15, સુરત ગ્રામ્ય 12, વલસાડ 11, ભાવનગર 10, જામનગર શહેર 9, કચ્છ 9, રાજકોટ શહેર 7, ખેડા 6, વડોદરા ગ્રામ્ય 6, ગાંધીનગર ગ્રામ્ય 5, આણંદ 4, ભરૂચ 4, દ્વારકા 4 કેસ સામે આવ્યા છે. તો વવલાડ અને ગાંધીનગરમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.


