જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મુખ્ય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોની તાલીમ શિબિર યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના પિપળાતા ગામે પ્રાકૃતિક ખેડૂત શ્રીઅરુણભાઈ શાહના સંજીવની ફાર્મ ખાતે જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને રસ ધરાવતા ખેડૂતોની એક તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રાકૃતિક ખેતી, જમીન સંવર્ધન, ઇન્ટરનેશનલ મિલેટ-યરની ઉજવણીનાં ભાગરૂપે બાજરીનું મહત્વ સહિતના અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કર
Advertisement
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદના પિપળાતા ગામે પ્રાકૃતિક ખેડૂત શ્રીઅરુણભાઈ શાહના સંજીવની ફાર્મ ખાતે જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને રસ ધરાવતા ખેડૂતોની એક તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રાકૃતિક ખેતી, જમીન સંવર્ધન, ઇન્ટરનેશનલ મિલેટ-યરની ઉજવણીનાં ભાગરૂપે બાજરીનું મહત્વ સહિતના અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જેવા કે જિવામૃતનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિવિધ પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશોનું ટેબલ પર ડિસ્પલે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈએ જણાવ્યુ કે ભારત સહિત વિશ્વના તમામ દેશના ખેડુતોએ નિર્વિકલ્પ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવુ પડશે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલું ધાન્ય અને શાકભાજી ઓછા કેમિકલયુક્ત અને વધુ સ્વાસ્થ્યકારક હોય છે. તેમણે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિથી ઉતપન્ન થયેલી ખેત-પેદાશોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે કૃષિ વિભાગના અધિકારી શ્રી દિપકભાઈ રબારી, મદદનીશ ખેતી નિયામકશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ વિભાગ), આત્માના પ્રોજક્ટ ડાયરેક્ટર શ્રી જિતેન્દ્ર સુથાર, ડે. ડાયરેક્ટર ધર્મેન્દ્ર ગોહિલ, કર્મચારીઓ, તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ પરમાર, પીપળતાના સરપંચ અને પ્રાકૃતિક ખેડૂતો હાજર રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


