વિદ્યાર્થીઓએ ગેમના નામે એકબીજાને આપી 'લિપ- લોક ચેલેન્જ', છોકરાઓએ છોકરીઓ સાથે કર્યુ લિપ- લોક
કર્ણાટકમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લિપ-લોક ચેલેન્જની ગેમ રમાઇ હતી એટલું જે નહીં તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કર્ણાટકની એક નામાંકિત કોલેજના વિદ્યાર્થીઓનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ લિપ-લોક કરતા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ ત્યાં હાજર છે. આ બાબતે વિવાદ વધ્યા બાદ પોલીસે એક વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.વીડિયોમાં એક કોલેà
Advertisement
કર્ણાટકમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લિપ-લોક ચેલેન્જની ગેમ રમાઇ હતી એટલું જે નહીં તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કર્ણાટકની એક નામાંકિત કોલેજના વિદ્યાર્થીઓનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ લિપ-લોક કરતા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન અન્ય ઘણા લોકો પણ ત્યાં હાજર છે. આ બાબતે વિવાદ વધ્યા બાદ પોલીસે એક વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.
વીડિયોમાં એક કોલેજ સ્ટુડન્ટ બીજી સ્ટુડન્ટ સાથે લિપ-લૉક કરતા જોવા મળે છે. અને અન્ય લોકો તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ લિપ-લોક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓ એક નામાંકિત કોલેજના હતા. વિડીયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો છે. કાર્યવાહી કરતા મેંગલુરુ પોલીસે લિપ-લોક વીડિયોમાં સામેલ છોકરાની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે વીડિયો રેકોર્ડ કરીને ત્યાં હાજર એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર તેને અપલોડ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
વીડિયોમાં એક કોલેજનો છોકરો અને એક છોકરીને જોશથી સ્મોચ કરી રહ્યાં છે. તેને જોતા જ બાકીના વિદ્યાર્થીઓ તેને ચીયર કરતા જોવા મળે છે. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના જૂથે પોતાની વચ્ચે લિપ-લોક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં જોઈ શકાય છે. સાથો જ એક યુવાન દંપતિ એકબીજાને સ્મૂચ કરી રહ્યું છે, ત્યારે અન્ય લોકો કેઝ્યુઅલ મોડમાં જોવા મળે છે, એક છોકરી તેના કૉલેજ મિત્રના ખોળામાં સૂતેલી છે. છોકરાઓમાંથી બીજુ યુગલને સ્મૂચ માટે બોલાવતો સાંભળી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ એક નામાંકિત કોલેજના હતા અને આ વીડિયોએ પરંપરાગત કોસ્ટલ ડિસ્ટ્રિક્ટને હચમચાવી નાખ્યું હતું અને તેણે રાજ્યભરના વાલીઓની પણ ચિંતિંત કરી મૂક્યા છે. લિપ લોક સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
કર્ણાટકના દક્ષિણ કન્નડના દરિયાકાંઠાના જિલ્લાના મેંગલુરુ શહેરમાં એક ખાનગી રહેણાંકમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રતિષ્ઠિત કોલેજના વિદ્યાર્થીઓનો લિપ-લોકિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. મેંગલુરુ પોલીસ કમિશનર એન. શશીકુમારે કહ્યું કે આ ઘટના છ મહિના પહેલા મેંગલુરુના એક ફ્લેટમાં બની હતી. લિપ-લોક સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રુથ એન્ડ ડેરની રમત રમી રહ્યાં હતા.
ત્યાં હાજર એક છોકરાએ અઠવાડિયા પહેલા આ વીડિયો વોટ્સએપ પર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ કોલેજ પ્રશાસનના ધ્યાન પર આવ્યું અને અધિકારીઓએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી અને તેમને સસ્પેન્ડ કરી દીધા. સાથે જ આ વીડિયો બનાવનાર યુવકની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. શશીકુમારે કહ્યું કે આ ઘટના અંગે શાળા પ્રશાસન કે માતા-પિતા દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.


