રાજ્યમાં લીંબુના ભાવમાં વધારો, 1 કિલો લીંબુનો ભાવ 400 રૂપિયે પહોંચ્યો
સામાન્ય જનતાના અચ્છે દિન તો નથી આવ્યા પરંતું ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. મોંઘવારી રોજ જનતાની આંખમાં પાણી લાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ CNG-PNG અને હવે શાકભાજીમાં પણ લીંબુના ભાવમાં ભડકો થયો છે. બેરોજગારી અને મોંઘવારી છેલ્લા 50 વર્ષનાં તમામ રેકર્ડ બ્રેક કરી રહી છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ સતત વધતા તેની સીધી અસર જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપર પડી રહી છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ, દૂધ બાદ
Advertisement
સામાન્ય જનતાના અચ્છે દિન તો નથી આવ્યા પરંતું ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. મોંઘવારી રોજ જનતાની આંખમાં પાણી લાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ CNG-PNG અને હવે શાકભાજીમાં પણ લીંબુના ભાવમાં ભડકો થયો છે.
બેરોજગારી અને મોંઘવારી છેલ્લા 50 વર્ષનાં તમામ રેકર્ડ બ્રેક કરી રહી છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ સતત વધતા તેની સીધી અસર જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપર પડી રહી છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ, દૂધ બાદ હવે શાકભાજીનાં ભાવ ભડકે બળી રહૃાા છે. લોકોએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે લીંબુનો ભાવ આ રીતે વધી જશે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકો સૌથી વધુ લીંબુનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તમામ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની સાથે લીંબુના પણ ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાનાં દિવસોમાં સામાન્ય રીતે લીંબુનો ભાવ ઓછો હોય છે પરંતુ હાલ તે જે ભાવે વેચાઇ રહ્યા છે તે જોઇ લોકો હવે તેને પોતાના જીવનમાંથી ટાળી રહ્યા છે. અમરેલીની બજારમાં લીંબુનો ભાવ રૂપિયા 400 સુધી પહોંચી જતાં ગૃહિણીઓ તોબા પોકારી ચુકી છે. જો આવી જ રીતે મોંઘવારી વધતી રહેશે તો એ દિવસ દૂર નથી કે જયારે તમામ શાકભાજી નંગ ઉપર વેચાતા જોવા મળે.
અહીં તે કહેવું ખોટું નહીં કહેવાય કે, મોંઘવારીનો માર અને જનતા લાચાર. આશ્ચર્યજનક રીતે, માત્ર એક જ દિવસમાં લીંબુના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. ગઈકાલે 135 ક્વિ.ની આવક સાથે રૂ.2600- 2900ના ભાવે વેચાયેલા લીંબુના આજે 127 ક્વિ.ની આવક સાથે રૂ. 3000-4000ના ભાવ પહોંચ્યા છે. મહત્વનું છે કે, આકરા ઉનાળાના કારણે અત્યારે લીંબુનો વપરાશ ઘણો વધી જતો હોય છે, તેવા સમયે સપ્લાય ઓછી થવા સામે ભાવ ખૂબ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. વળી વેપારીઓ માલની જોરદાર અછત હોવાનું કહી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય જનતા માટે અચ્છે દિન તો નહીં પણ ખરાબ દિવસ શરૂ થઇ ગયા છે.


