Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ગામમાં રક્ષાબંધનના પર્વે બહેનો ભાઇને રાખડી બાંધતી નથી, જાણો કેમ

ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સુતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન. આ પર્વની ઉજવણી સામાન્ય રીતે  દરેક જગ્યા પર  શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે પણ સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષા બંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે તેની પાછળ પણ એક ઇતિહાસ વણાયેલો છે, તો આવો જોઈએ કે આ ગામમાં શા માટે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ
આ ગામમાં રક્ષાબંધનના પર્વે બહેનો ભાઇને રાખડી બાંધતી નથી  જાણો કેમ
Advertisement
ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સુતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષાબંધન. આ પર્વની ઉજવણી સામાન્ય રીતે  દરેક જગ્યા પર  શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે પણ સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષા બંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે તેની પાછળ પણ એક ઇતિહાસ વણાયેલો છે, તો આવો જોઈએ કે આ ગામમાં શા માટે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ  નથી મનાવવામાં આવતું.
પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં  આવેલા ગોધાણા ગામ ખાતે ગોધાણશાપીર દાદાનું મંદિર આવેલું છે અને ગ્રામજનોને દાદા પર અતૂટ શ્રદ્ધા પણ રહેવા પામી છે ત્યારે ગામમાં દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ પૂર્વે ગામ આખું ઢોલના નાદ સાથે ભેગું થાય અને તેમાંથી ચાર યુવાનો ગામ તળાવમાંથી માટલીમાં પાણી ભરી લાવે  અને ત્યાર બાદ ગામની સીમમાં દોડનું આયોજન કરવામાં આવતું તેવી પરંપરા હતી તે મુજબ આજ થી 700 વર્ષ  પૂર્વે શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો પરંપરા મુજબ માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડામાંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા. આ વાત ગ્રામજનોને થતા તેઓ તળાવ ખાતે દોડી ગયા અને તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈ બેસી રહ્યા પણ યુવાનોની કોઈ ભાળ મળી નહીં અને છેવટે ચાર યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં પરત આવતા આખા ગામ માં શોકનું મોજું ફળી વળ્યું હતું.
 તે દરમિયાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષા બંધનનું પર્વ પણ આવતુ હતું પણ ગામમાં ચાર યુવાનોનું મોત થતાં શોકનો માહોલ હતો જેથી ગ્રામજનોએ રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો અને દિવસો વીતતા તે દરમિયાન  ગામમાં રહેતા મુખીને રાત્રી દરમ્યાન સ્વપ્ન આવ્યું જેમાં ગ્રામજનોના આસ્થા સમા ગોધણશાપીર દાદા આવ્યા અને તેમને કહ્યુ કે આવતીકાલે સવારે આખું ગામ ભેગું થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો ત્યાં ડૂબેલ ચાર યુવાનો તમને મળી જશે આ પ્રકાર ના સ્વપ્નની વાત સવારે મુખીએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળતા ગ્રામજનોએ જોતા મોટો ચમત્કાર થવા પામ્યો હતો અને આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.
 
આ યુવાનો શ્રાવણ સુદ પૂનમ ના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર  આવવા પામ્યા હતા ત્યારે ગામમાં રહેતી દીકરીઓ એ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી અને આજે પણ 700 વર્ષની આ પરંપરા ચાલી આવે છે અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી નથી કરતું પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષા બંધનના પર્વની ઉજવણી કરે છે અને આ દિવસે ગામ ખાતે આવેલ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચઢાવી ને દીકરીઓ ભાઈના હાથે રાખડી બધે છે. આ પ્રકારનો ઇતિહાસ ગ્રામજનો જણાવી રહયા છે.
ગામની દીકરીઓ પણ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષા બંધનના પર્વની ઉજવણી નથી કરતી પણ ભાદરવા સુદ તેરસના દિવસે દીકરીઓ ગામમાં આવે છે અને તેમના ભાઈના હાથમાં રાખડી બાંધી રક્ષા બંધનના પર્વની ઉજવણી કરે છે. આ પ્રકારે 700 વર્ષ પૂર્વેની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. 
Tags :
Advertisement

.

×