Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બે વર્ષમાં ઇડીઆઇઆઇએ દ્વારા 19361 કલાકારોને તાલીમ અપાઇ

રાજ્યમાં લગભગ છેલ્લાં બે વર્ષમાં ઇડીઆઇઆઈએ 19,361 કલાકારોને સફળતાપૂર્વક તાલીમ આપી છે, જેમાંથી 7605 કલાકારોએ આધુનિક કૌશલ્યની તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું છે. આ કલાકારોએ 4.98 કરોડની આવક કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 40,000 કલાકારોની ડિરેક્ટર તૈયાર કરવાની જાહેરાત પણ થઈ હતી. આ કલાકારો વિશે, તેમના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો વિશે જાણકારી મેળવવાનું વન-સ્ટોપ પ્લેટફોર્મ બનશે.iNDEXT-c સાથે જોડાણમાં ઇ
બે વર્ષમાં ઇડીઆઇઆઇએ દ્વારા 19361 કલાકારોને તાલીમ અપાઇ
Advertisement
રાજ્યમાં લગભગ છેલ્લાં બે વર્ષમાં ઇડીઆઇઆઈએ 19,361 કલાકારોને સફળતાપૂર્વક તાલીમ આપી છે, જેમાંથી 7605 કલાકારોએ આધુનિક કૌશલ્યની તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું છે. આ કલાકારોએ 4.98 કરોડની આવક કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 40,000 કલાકારોની ડિરેક્ટર તૈયાર કરવાની જાહેરાત પણ થઈ હતી. આ કલાકારો વિશે, તેમના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો વિશે જાણકારી મેળવવાનું વન-સ્ટોપ પ્લેટફોર્મ બનશે.
iNDEXT-c સાથે જોડાણમાં ઇડીઆઇઆઈ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કલાકારો (રાજ્ય સરકારના એવોર્ડવિજેતા) માટે એક દિવસનો કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. હસ્તકલા પ્રોજેક્ટમાં પૂરક આ એક-દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ કલાકારોની કુશળતા વધારવા અને માહિતીની અસમાનતા દૂર કરવા માટે સેતુરૂપ બનવાનો હતો, જેથી તેઓ બજારના પ્રવાહો અને માગને સુસંગત રીતે કામ કરી શકે છે.
હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ સંસ્થા આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ છે. આ પ્રોજેક્ટ કમિશનરેટ ઓફ કોટેજ એન્ડ રુરલ ઇન્ડસ્ટ્રીઝ (સીસીઆરઆઈ), ગુજરાત સરકારનો ટેકો ધરાવે છે. હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ સંસ્થા તરીકે ઇડીઆઇઆઈ ગુજરાતના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકતાનું એક સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર વિકસાવવા પ્રયત્નશીલ છે. પ્રયોગજન્ય કે અનુભવજન્ય અનુભવો પરથી જાણકારી મળી છે કે, આશરે 88 ટકાથી વધારે કલાકારો વિશિષ્ટ કુશળતા હોવા છતાં તેમને બજારમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. બજાર સાથે જોડાણ અને પર્યાપ્ત જાણકારીનો અભાવ, આ બંને મુખ્ય પરિબળો કલાકારોની નબળી સ્થિતિ તરફ દોરી ગયા છે. હસ્તકલા સેતુ યોજના કૌશલ્ય અને જાણકારીના આધારે તેમની સ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંકવા માગે છે. 
આ પ્રોજેક્ટનો અમલ ગુજરાતના 13 જિલ્લાઓમાં થઈ રહ્યો છે, જેમાં તાલીમ કાર્યક્રમો, જરૂરિયાત-આધારિત તાલીમ, પ્રોત્સાહન અને બજાર સાથે તેમના જોડાણ સ્થાપિત કરીને કલાકારોને ટેકો આપવામાં આવ્યો છે અને તેમને બજારમાં શું માગ છે એની જાણકારી આપવામાં આવી છે. લગભગ છેલ્લાં 2 વર્ષમાં ઇડીઆઇઆઈએ 19,361 કલાકારોને સફળતાપૂર્વક તાલીમ આપી છે,જેમાંથી 7605ને કુશળતા વધારવા આધુનિક તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે. આ કલાકારોએ 4.98 કરોડની આવક કરી છે.
આ એક-દિવસીય કાર્યક્રમમાં 38 (રાજ્યના એવોર્ડવિજેતાઓ) કલાકારો અને આશરે 130 અન્ય કલાકારો સામેલ થયા હતા.આ કાર્યક્રમમાં લગભગ 40,000 કલાકારોની ડિરેક્ટરી તૈયાર કરવાની જાહેરાત થઈ હતી. આ ડિરેક્ટરી કલાકારો, તેમના ઉત્પાદનો/કુશળતાઓ અને અન્ય વિગતો વિશે જાણકારી મેળવવાનું વન-સ્ટોપ પ્લેટફોર્મ બનશે. 
ગુજરાતના આદરણીય કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી  જગદીશ પંચાલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.તેમણે જાણકારી આપી હતી કે, “સરકાર ઇડીઆઇઆઈ જેવી સંસ્થાઓની મદદ સાથે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના વણકરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકોની કુશળતા વધારવા ગાઢ જોડાણ કરીને કામ કરે છે તથા આ પ્રકારની તાલીમ જૂની ડિઝાઇનો, વ્યવસાયના નવા પ્લેટફોર્મની મર્યાદિત સુલભતા, જાણકારી અને વિતરણ નેટવર્કનો અભાવ તથા ઉત્પાદન નવીનતાની મર્યાદા દૂર કરવામાં મદદરૂપ થાય છે. કલાકારોને સારી તાલીમ મળે છે, જેથી તેઓ બજારની પસંદગીને અનુરૂપ ઉત્પાદનો બનાવીને પોતાના વ્યવહારિક એકમો ઊભા કરી શકે છે.” 
iNDEXT-cના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.એમ.શુક્લાએ કહ્યું હતું કે, “મને આ મંચ પર રાજ્યના એવોર્ડવિજેતા કલાકારોને જોઈને આનંદ થાય છે, જે રાજ્યની વિશિષ્ટ કળાની ઉજવણી છે. તમે બધા તમારા કળાના સ્વરૂપની સાતત્યતા સુનિશ્ચિત કરવાની દ્રષ્ટિએ ચાવીરૂપ ભૂમિકા ભજવો છો. જ્યારે તમારે બધાએ ઉદ્યોગસાહસિકતાના આધુનિક નિયમો અપનાવવા જોઈએ, ત્યારે તમારે એ સુનિશ્ચિત પણ કરવું જોઈએ કે યુવા પેઢી વેપારવાણિજ્ય કરવાની નવી જાણકારી સાથે તમારા માર્ગ પર ચાલશે.”
સમગ્ર ગુજરાતમાં હસ્તકલા સેતુ પ્રોજેક્ટનો અમલ પરંપરાગત કળા અને કારીગરીના ક્ષેત્રમાં ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે. પ્રોજેક્ટ ગુજરાતની સદીઓ જૂની કળાને બેઠી કરવાની પ્રશંસનીય પહેલ છે, જે લગભગ લુપ્ત થવાને આરે હતી.
Tags :
Advertisement

.

×