Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રશિયાના સૈનિકોએ યુક્રેનમાં અનેક પુરુષો અને બાળકો પર પણ આચર્યું દુષ્કર્મ, રિપોર્ટમાં થયેલા ખુલાસાથી દુનિયા આખી સ્તબ્ધ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન યુક્રેનમાં લાંબા સમયથી રશિયન સૈનિકો દ્વારા જાતીય હિંસાની ફરિયાદો થઈ રહી છે. પરંતુ હાલમાં જે માહિતી સામે આવી છે તેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. રશિયાના સૈનિકો દ્વારા યુક્રેનમાં માત્ર મહિલાઓ અને છોકરીઓ પર જ નહીં પરંતુ પુરુષો અને બાળકો પર પણ દુષ્કર્મ આચર્યા છે. મહિલાઓની સાથે સાથે પુરુષો અને છોકરાઓ પણ દુષ્કર્મનો શિકાર બન્યા છે. યુએન à
રશિયાના સૈનિકોએ યુક્રેનમાં અનેક પુરુષો અને બાળકો પર પણ આચર્યું
દુષ્કર્મ  રિપોર્ટમાં થયેલા ખુલાસાથી દુનિયા આખી સ્તબ્ધ
Advertisement

રશિયા અને યુક્રેન
વચ્ચેના યુદ્ધ દરમિયાન યુક્રેનમાં લાંબા સમયથી રશિયન સૈનિકો દ્વારા જાતીય હિંસાની
ફરિયાદો થઈ રહી છે. પરંતુ હાલમાં જે માહિતી સામે આવી છે તેણે સમગ્ર વિશ્વને ચોંકાવી
દીધું છે. રશિયાના સૈનિકો દ્વારા યુક્રેનમાં માત્ર મહિલાઓ અને છોકરીઓ પર જ નહીં
પરંતુ પુરુષો અને બાળકો પર પણ દુષ્કર્મ આચર્યા છે. મહિલાઓની સાથે સાથે પુરુષો અને
છોકરાઓ પણ દુષ્કર્મનો શિકાર બન્યા છે. યુએન અને યુક્રેનના અધિકારીઓનું કહેવું છે
કે આવા ઘણા કેસોની તપાસ પહેલાથી જ ચાલી રહી છે.


Advertisement

રિપોર્ટ અનુસાર યુદ્ધમાં જાતીય હિંસા પર યુએનના વિશેષ પ્રતિનિધિ પ્રમિલા પેટને
કહ્યું
, યુક્રેનમાં પુરુષો અને છોકરાઓ વિરુદ્ધ
જાતીય હિંસાના અહેવાલો પણ સામે આવ્યા છે.
પરંતુ આવા મામલાઓની હજુ સુધી ચકાસણી થઈ નથી. પેટને જણાવ્યું હતું
કે દુષ્કર્મ પીડિતાઓ માટે ગુનાની જાણ કરવી વધુ મુશ્કેલ બની શકે છે. તેણે કહ્યું
,મહિલાઓ અને છોકરીઓ માટે જાણ કરવી મુશ્કેલ છે. જ્યારે પુરુષો અને
છોકરાઓ માટે જાણ કરવી ઘણી વખત વધુ મુશ્કેલ હોય છે. જાતીય હિંસાનાં કેસોની જાણ કરવા
માટે તમામ પીડિતો માટે અમારે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની જરૂર છે.

Advertisement


યુએનના પ્રતિનિધિએ
કહ્યું કે અનેક કેસ તપાસ હેઠળ છે. પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે. તેમણે
લોકોને આગળ આવવાની અપીલ કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગુનેગારોને શોધીને ન્યાય
અપાવવા હાકલ કરી. યુક્રેનના
પ્રોસીક્યુટર જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ જણાવ્યું હતું કે તેમની ઓફિસે બાળકોથી લઈને
વૃદ્ધો સુધી તમામ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ સામે રશિયન સૈનિકો દ્વારા જાતીય
હિંસાના અહેવાલો એકત્રિત કર્યા છે. ન્યૂઝ કોન્ફરન્સમાં બોલતા વેનેડિક્ટોવાએ કહ્યું
કે મોસ્કોએ દુષ્કર્મનો ઉપયોગ નાગરિક સમાજને ડરાવવા ઇરાદાપૂર્વકની યુક્તિ તરીકે
કર્યો છે. તે ચોક્કસપણે નાગરિકોને ડરાવવા માટે છે. યુક્રેનને બળજબરીથી આત્મસમર્પણ
કરવાનું છે.

Tags :
Advertisement

.

×