વાઘોડિયામાં બે સગ્ગા ભાઇઓ માતાની નજર સામેજ ડૂબીને મોતને ભેટ્યા, સમગ્ર પંથકમાં શોકનો માહોલ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામના બે સગા ભાઈઓના નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો થયો છે. શાળામાં રજા હોવાથી માતા સાથે સીમમાં લાકડા લેવા ગયાને મોત મળ્યુંવાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે રહેતા બે સગાં ભાઈ દેવરાજ સુરેશભાઈ તડવી. (ઉ.વષૅ.૧૨) જે ધોરણ-૭ માં અભ્યાસ કરતો હતો અને તેનો સગો ભાઈ નરેશ સુરેશભાઈ તડà
Advertisement
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામના બે સગા ભાઈઓના નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો થયો છે.
શાળામાં રજા હોવાથી માતા સાથે સીમમાં લાકડા લેવા ગયાને મોત મળ્યું
વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે રહેતા બે સગાં ભાઈ દેવરાજ સુરેશભાઈ તડવી. (ઉ.વષૅ.૧૨) જે ધોરણ-૭ માં અભ્યાસ કરતો હતો અને તેનો સગો ભાઈ નરેશ સુરેશભાઈ તડવી ( ઉં. વર્ષ.૧૭ ) જે આઈટીઆઈમા અભ્યાસ કરતો હતો, તે બંને ભાઈઓ રજા હોવાને કારણે પોતાની માતા સાથે બપોરના સમયે સીમમાં લાકડા લેવા ગયા હતા. લાકડા કાપતા કાપતા માતાને પાણીની તરસ લાગી હતી .જે પાણી લેવા માટે આ બંને ભાઈઓ કેનાલમાં ઉતર્યા હતા. તે સમય દરમિયાન નાનાભાઇનો પગ લપસી જતા તે પાણીમાં ડૂબવાં લાગ્યો હતો. આ જોઈને મોટો ભાઈ તેને બચાવવા દોડી ગયો હતો પરંતુ તે પણ આ કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો.
માતાની નજર સમક્ષ બંને પુત્રો ડૂબ્યા
વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામના આ બે સગાં ભાઈઓનું તેમની માતાની નજર સામે જ પાણીમાં ડૂબી જતાં કમ કમાટીભર્યું મોત નિપજયું. જાણવા મળતી માહિતી મુજબ આ બંને પુત્રોને રજા હોવાને કારણે તેઓ માતાની મદદ અર્થે સીમમાં લાકડા લેવા ગયા હતા. પરંતુ એકાએક બપોરના સમયે માતાને પરિશ્રમ કરતા માતાને પાણીની તરસ લાગી હતી. જેથી આ બંને પુત્રો પાણી લેવા માટે કેનાલમાં ગયા અને નાના પુત્રનો પગ લપસતા તેના બચાવ અર્થે મોટા ભાઈએ પાણીમાં ઝંપલાવ્યું હતું આ બંને પુત્રો માતાની નજર સમક્ષ પાણીમાં ડૂબતા જોઈને માતાએ એકાએક ચીસો પાડી હતી અને પોતાની સાડીનો છેડો કેનાલમાં નાખી પોતાનાં બાળકોને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળકોના હાથમાં માતાનો પાલવ આવે તે પહેલા જ પાણીના વહેણમાં આ બંને બાળકો માતાની નજર સમક્ષ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મોતને ભેટયા હતાં.
બચાવ કામગીરી અર્થે માતાએ મદદ માટે બૂમાબૂમ કરી
આ સમગ્ર ઘટના બનતા જ માતાએ જોર જોરથી મદદની બૂમો પાડી હતી. પરંતુ આસપાસમાં કામ કરતાં લોકો મદદ માટે દોડી આવે તે પહેલા આ બંને પુત્રો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોની શોધખોળ માટે આસપાસના રહીશોએ આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને કરતા તરવૈયાઓ આ બંને બાળકોને દોઢ કલાકની ભારે જહેમત બાદ શોધી કાઢ્યા હતા. અને પ્રાથમિક સારવાર અર્થે 108 ને ફોન કરી તેઓને નજીકની વાઘોડિયાની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બંને બાળકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. બાળકોનાં મોતના સમાચાર સાંભળતાની સાથે જ માતાએ હૈયાફાટ રુદન કર્યુ હતું . આ ઘટનાથી સમગ્ર પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાં કુલ ત્રણ ભાઈઓ પૈકી બે ભાઈઓનું એક સાથે મોતની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે.
આ પણ વાંચોઃ પેપરલીક બાદ પરીક્ષા રદ થતા લાખ્ખો વિદ્યાર્થીઓ રઝળ્યા, વિદ્યાર્થીઓમાં એક તરફ રોષ બીજી તરફ નિરાશા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


