2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું મુખ્પ્રધાનના હસ્તે લોકાર્પણ
રૂપિયા 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું મુખ્પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું ત્યાર બાદ મુખ્યપ્રધાન તથા અન્ય મંત્રીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે મુખ્યપ્રધાનની સમોક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકા તેમજ જિલ્લા પંચા
Advertisement
રૂપિયા 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું મુખ્પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું ત્યાર બાદ મુખ્યપ્રધાન તથા અન્ય મંત્રીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે મુખ્યપ્રધાનની સમોક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે વિસ્તારના જુદા જુદા પ્રશ્નો અંગે વહીવટી તંત્રના વડાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન સત્તાધારી ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારો એ જમીન રી-સરવે, રોડ રી સર્ફિંગ, ખેડૂતોની જમીનની નવી જૂની સરતના પ્રશ્નો, ગટર તેમજ પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, ઓવર બ્રિજ ના પ્રશ્નો, ઉપરાંત બીપીએલ અને વિવિધ આવાસ યોજનાઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય સરકારના મંત્રી કનુભાઇ પટેલ ઉપરાંત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. તો ભાજપ નેતા તેજશ્રીબેન પટેલે નરેશ પટેલ કોઈ પાર્ટીમાં નહીં જોડાય તે નિવેદનને તેમનું વ્યક્તિગત નિવેદન અને નિર્ણય ગણાવ્યો હતો.
Advertisement


