ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યની આ યુનિવર્સિટીની પરીક્ષામાં 229 વિદ્યાર્થીઓએ એક જ સરખો જવાબ લખ્યો, માસ કોપી કેસની ઘટના

રાજ્યમાં છેલ્લા થડા સમયથી વિવિધ પરીક્ષામાં પેપર લીક થવા તેમજ ગેરરીતિ થવાના સિલસિલાબંધ બનાવો સામે આવ્યા છે. જેના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને રાજ્ય સરકાર સામે અવાર નવાર આંગળી ઉઠી છે. જો કે હાલમાં લેવાયેલી એલઆરડી પરીક્ષામાં આ સિલસિલો તુટ્યો છે. જેથી સરકારે અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવે એક અન્ય મોટો ખુલાસો થયો છે. જેના કારણે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટà«
10:11 AM Apr 17, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં છેલ્લા થડા સમયથી વિવિધ પરીક્ષામાં પેપર લીક થવા તેમજ ગેરરીતિ થવાના સિલસિલાબંધ બનાવો સામે આવ્યા છે. જેના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને રાજ્ય સરકાર સામે અવાર નવાર આંગળી ઉઠી છે. જો કે હાલમાં લેવાયેલી એલઆરડી પરીક્ષામાં આ સિલસિલો તુટ્યો છે. જેથી સરકારે અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવે એક અન્ય મોટો ખુલાસો થયો છે. જેના કારણે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટà«
રાજ્યમાં છેલ્લા થડા સમયથી વિવિધ પરીક્ષામાં પેપર લીક થવા તેમજ ગેરરીતિ થવાના સિલસિલાબંધ બનાવો સામે આવ્યા છે. જેના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને રાજ્ય સરકાર સામે અવાર નવાર આંગળી ઉઠી છે. જો કે હાલમાં લેવાયેલી એલઆરડી પરીક્ષામાં આ સિલસિલો તુટ્યો છે. જેથી સરકારે અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવે એક અન્ય મોટો ખુલાસો થયો છે. જેના કારણે પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે.
માસ કોપી કેસની ઘટના સામે આવી 
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી એક પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે. મલતી માહિતી પ્રમાણે 2021ના વર્ષમાં યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમ 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં માસ કોપીકેસની ઘટના સામે આવી છે. આ પરીક્ષાના પેપરના મુલ્યાંકન દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે કેમેસ્ટ્રીના પેપરમાં એકસાથે  229 છાત્રોએ એક સરખા જવાબ લખ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓએ પુસ્તકમાંથી જોઇને એકસરખા જવાબ લખ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી યુનિવર્સિટી તંત્ર દોડતું થયું છે.
તમામ પરિણામ હાલ સ્થગિત કરવામાં આવ્યા
229 વિદ્યાર્થીઓ દ્વારા એક સરખા જવાબ લખવાની વાત સામે આવતા તમામ પરિણામ હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા આ અંગે વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે. સમિતિ દ્વારા પરિણામો સ્થગિત કરવા ઉપરાંત સીસીટીવી ફૂટેજની તપાસ માટે પણ આદેશ અપાયો છે. પરીક્ષા વિભાગ દ્વારા કેમેસ્ટ્રી વિભાગના સીસીટીવી મગાવી વધુ તપાસ  હાથ ધરવામાં આવશે. આ સિવાય તે સમયે પરીક્ષાખંડમાં રહેલા સુપરવાઇઝરને પણ નોટિસ આપવામાં આવશે અને આ અંગે ખુલાસો પુછાશે.
દોષિતો સામે કડક કાર્યવાહી થશે
પરીક્ષા શુદ્ધિકરણ સમિતિના ચેરમેન હરેશ ચૌધરીએ જણાવ્યું કે માસ કોપી કેસની બાબત ધ્યાને આવી છે. જેમાં સામેલ તમામ વિદ્યાર્થીઓનો ગુનો પુરવાર થતા અમે સજાની બાબતમાં આગળ વધ્યા છીએ. આ બાબતને લઈને વિધાર્થીઓના પરિણામલ પણ રદ્દ કરાયું છે. 173 વિધાર્થીઓ જે સેન્ટરમાં પરીક્ષા આપી રહ્યા હતા તેના સી.સી.ટી.વી ફૂટેજ, તેના બ્લોક સુપરવાઈઝર અને ઓબ્ઝર્વરના નિવેદનો મંગાવીને 7 દિવસમાં જમા કરાવવાના આદેશ અપાયા છે. જે પણ દોષિતો હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Tags :
GujaratFirstHEMCHANDRACHARYANORTHGUJARATUNIVERSITYHNGUMASSCOPYCASENORTHGUJARATUNIVERSITYPatan
Next Article