રોમાંચક મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 રને હરાવ્યું, સિરિઝમાં 2-0થી આગળ
ભારતની જીતભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટી-20 મેચ છેલ્લી ઓવર સુધી રોમાચંક બની રહી હતી. છેલ્લી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન દ્વારા બે સિક્સ પણ મારવામાં આવી. જો કે આમ છતા તેઓ લક્ષ્યાંક સુધી ના પહોંચી શક્યા અને મેચ હારી ગયા. 20 ઓવરના અંતે વેસ્ટઇન્ડિઝનો સ્કોર 178/3 હતો. એટલે કે વેસ્ટ ઇન્ડિઝ સાામેની બીજી ટી-20 મેચમાં ભારતે 8 રને જીત મેળવી. જેની સાથે જ સિરીઝમાં પણ 2-0થી બઢત મેળવી છે. પૂરન આઉટ થà
Advertisement
ભારતની જીત
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટી-20 મેચ છેલ્લી ઓવર સુધી રોમાચંક બની રહી હતી. છેલ્લી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન દ્વારા બે સિક્સ પણ મારવામાં આવી. જો કે આમ છતા તેઓ લક્ષ્યાંક સુધી ના પહોંચી શક્યા અને મેચ હારી ગયા. 20 ઓવરના અંતે વેસ્ટઇન્ડિઝનો સ્કોર 178/3 હતો. એટલે કે વેસ્ટ ઇન્ડિઝ સાામેની બીજી ટી-20 મેચમાં ભારતે 8 રને જીત મેળવી. જેની સાથે જ સિરીઝમાં પણ 2-0થી બઢત મેળવી છે.
પૂરન આઉટ થતા ભારતની જીતના સંભાવના વધી
ભુવનેશ્વર કુમારે નિકોલસ પૂરન અને રોવમેનની જોડી તોડી નાંખી. નિકોલસ પૂરનને 62 રન પર આઉટ કર્યા. નિકોલસનો કેચ રવિ બિશ્નોઇએ પકડ્યો. ભારતને યોગ્ય સમયે વિકેટ મળતા જીતની સંભાવના વધી. 19 ઓવર પછી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 162/3, રોવમેન પોવેલ (54*), કિરોન પોલાર્ડ (1*). હવે એક ઓવર બાકી છે અને વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 25 રનની જરુર છે.
નિકોલસ પૂરનના 50 રન
દીપક ચહેરે પોતાના ચોથા ઓવર દરમિયાન વેસ્ટ ઇન્ડિઝને 16 રન આપ્યા. જેની સાથે જ નિકોલસ પૂરને પોતાની ફિફ્ટી પુરી કરી છે. જે ભારતને ભારે પડી શકે છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 17 ઓવર પછી: 150/2, રોવમેન પોવેલ (49*), નિકોલસ પૂરન (56*)
વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 53 રનની જરૂર
નિકોલસ પૂરન અને રોવમેન પોવેલની જોડી ભારત માટે પડકારજનક સાબિત થઇ રહી છે. વેસ્ટ ઈન્ડિઝને હવે જીતવા માટે 24 બોલમાં 53 રનની જરૂર છે. 16 ઓવર પછી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 134/2, રોવમેન પોવેલ (41*), નિકોલસ પૂરન (48*)
વેસ્ટ ઇન્ડિઝના 100 રન પુરા
યજુવેન્દ્ર ચહલે પોતાના ચાર ઓવર પુરા કર્યા છે. તેણે ચાર ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને 31 રન આપ્યા છે. નિકોલસ પૂરન ક્રીઝ પર જામી ગયા છે અને વેસ્ટ ઇન્ડિઝના 100 રન પણ પુરા થઇ ચુક્યા છે. 13 ઓવર પછી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 103/2, રોવમેન પોવેલ (21*), નિકોલસ પૂરન (40*)
રવિ બિશ્નોઇએ વેસ્ટ ઇન્ડિઝને બીજો ઝટકો આપ્યો
વેસ્ટ ઇન્ડિઝ સાથેની ગઇ મેચથી આંતરરાષ્ટ્રીય ટી 20 મેચમાં ડેબ્યુ કરનારા રવિ બિશ્નોઇએ વેસ્ટ ઇન્ડિઝને બીજો ઝટકો આપ્યો છે. ઓવરના ત્રીજા બોલ ઉપર રવિ બિશ્નોઇએ બ્રેન્ડન કિંગની વિકેટ લીધી હતી. બ્રેન્ડન કિંગનો કેચ સૂર્યકુમાર યાદવે પકડ્યો છે. બ્રેન્ડન 22 રનના સ્કોર સાથે પરત ફર્યો હતો. 9 ઓવર પછી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 60/2, રોવમેન પોવેલ (0*), નિકોલસ પૂરન (21*)
વેસ્ટ ઇન્ડિઝની પહેલી વિકેટ પડી
છઠ્ઠી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝે પોતાની પહેલી વિકેટ ગુમાવી છે. ભારતના યજુવેન્દ્ર ચહલે કાઇલ મેયર્સને પોતાના જ બોલ પર કેચ આઉટ કરીને પેવેલિયનમાં પરત મોકલ્યો છે. મેયર્સ આઉટ થયો ત્યારે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 34 રનનો હતો. મેયર્સે 10 બોલમાં 9 રન બનાવ્યા હતા.
ચાર ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 28/0
બ્રેન્ડન કિંગ અને મેયર્સએ ચાર ઓવરની અંદર 28 રન બનાવ્યા છે. 187 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝ દ્વારા સારી શરુઆત કરવામાં આવી છે. કિંગે 16 બોલમાં 13 અને મેયર્સે આઠ બોલમાં આઠ રન બનાવ્યા છે.
બ્રેન્ડન કિંગ અને મેયર્સ : વેસ્ટ ઇન્ડિઝની ઓપનિંગ જોડી
બ્રેન્ડન કિંગ અને મેયર્સ વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યા હતા. બે ઓવરની અંદર તેમણે વિકેટ ગુમાવયા વગર 14 રનનો સ્કર કર્યો છે. હાલમાં બ્રેન્ડન કિંગ સાત રન પર અને કાયલ મેયર્સ એક રન પર બેટિંગ કરી રહ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે 187 રનનો લક્ષ્યાંક
ઋષભ પંતે સાત ફોર અને એક સિક્સ મારી, જ્યારે વેંકટેશ અય્યરે મત્ર 18 બોલમાં 33 રન બનાવ્યા. આ બંને વચ્ચે પાચમા વિકેટમાં 35 બોલની અંદર 76 રનની ભાગીદાારી બની. ભારતે બીજી T20માં વેસ્ટ ઈન્ડિઝને 187 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે 28 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ત્રીજી ફિફ્ટી હતી.
પંત અને વેંકટેશની તોફાની બેટિંગ
18 ઓવર પછી ભારતે ચાર વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. હાલમાં ઋષભ પંત 21 બોલમાં 37 રન અને વેંકટેશ અય્યર 14 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યા છે.
52 રન કરીન વિરાટ કોહલી પણ આઉટ
ભારતીય ઇનિંગના 14મા ઓવરમાં વિરાટ કોહલી પણ આઉટ થયા હતા. રોસ્ટન ચેજ દ્વારા તેને ક્લિન બોલ્ડ કરવામાં આવ્યો. કોહલી 41 બોલની અંદર 52 રન બનાવ્યા. જેની સાથે જ કોહલીએ ટી-20ની આંતરરાષ્ટ્રીય મેચમાં કારકિર્દીની 30મી ફિફિટી ફટકારી છે. રોસ્ટન ચેજે આ ત્રીજી વિકેટ લીધી. 14 ઓવર પછી ભારતે ચાર વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. રિષભ પંત અને વેંકટેશ અય્યર હાલમાં ક્રિઝ પર છે.
સૂર્યકુમાર યાદવ પણ પવેલિયનમાં પરત
છેલ્લી T20માં ભારતને જીત અપાવનાર સૂર્યકુમાર યાદવ બીજી T20માં ખાસ કંઈ દેખાવ ના કરી શક્યા. રોસ્ટન ચેઝે તેની વિકેટ લઇને પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. સૂર્યકુમાર છ બોલમાં આઠ રન બનાવી શક્યો હતો. વિન્ડીઝ માટે ચેઝ સતત બીજી મેચમાં સારી બોલિંગ કરી રહ્યો છે. ગયા મેચમાં પણ તેણે બે વિકેટ લીધી હતી. 10 ઓવર પછી ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા. અત્યારે વિરાટ કોહલી 27 બોલમાં 36 રન અને રિષભ પંત ચાર રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
રોહિત અને કોહલીની જોડી તૂટી, રોહિત આઉટ
વેસ્ટ ઇન્ડિઝના સ્પિનર રોસ્ટન ચેજે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી તોડી નાંખી છે. બ્રૈંડન કિંગે કેચ કરીને રોહિત શર્માને આઉટ કર્યો છે. રોહિત 18 બોલમાં 19 રન બનાવી શક્યો . તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 36 બોલમાં 49 રનની ભાગીદારી કરી. આઠ ઓવર પછી ભારતે બે વિકેટના નુકસાને 60 રન બનાવ્યા છે.
પહેલો પાવર પ્લે સમાપ્ત
રોમારિયો શેફર્ડની પહેલી ઓવરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને 15 રન બનાવ્યા છે. જેની સાથે જ પહોલો પાવર પ્લે પમ સમાપ્ત થય છે. છ ઓવર બાદ ભારતનો સ્કોરઃ 49/1, રોહિત શર્મા (17*), વિરાટ કોહલી (23*).
ભારતીય ટીમને પહેલો ઝટકો
ભારતીય ટીમને પહેલો ઝટકો બીજી જ ઓવરમાં લાગ્યો, જ્યાં ઈશાન કિશન શેલ્ડન કોટ્રેલને કાયલ મેયર્સના હાથે કેચ આઉટ થયો હતો. ઈશાન કિશન 10 બોલ રમીને બે રન બનાવી શક્યો હતો. ભારત - બે ઓવર પછી 10/1 પર રમી રહ્યું હતું. ભારતીય ટીમે 5.3 ઓવરમાં એક વિકેટે 42 રન બનાવ્યાં હતાં. જેમાં કોહલીએ 5 અને રોહિતે બે ચોગ્ગા ફટકાર્યા છે.
IND vs WI T20 મેચ - ભારતની વિજયી શરૂઆત
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં સિરીઝમાં 1-0ની લીડથી આગળ છે. અને તે આજની મેચ જીતવા માટે ટી ઇન્ડિયાની વિજયકૂચને આગળ વધારશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. તેવામાં આજે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કીરોન પોલારડે ટોસ જીતીને ભારતને બેટીંગ આપી હતી.
આજની આ મેચ પોલાર્ડની 100મી T20મેચ
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. તે આજે તેની 100મી T20આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. સાથે જ વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર અને ફોર્મમાં ચાલી રહેલો જેસન હોલ્ડર છેલ્લી મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગયો હતો પરંતુ આ મેચમાં તેણે કમબેક કર્યુ છે. ભારતે પોતાની રણનિતિમાં કોઇ બદલાવ નથી કર્યો. આજની મેચમાં ભારતનું પ્લેયિંગ ઇલેવન પાછલી મેચ મુજબ જ છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ રમાઈ રહી છે. આ પહેલાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરીને વેસ્ટઇન્ડિઝની ટીમને 157 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જવાબી ઇનીંગમાં ભારતીય ટીમે 20 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને 157 રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. નવોદિત લેગ-સ્પિનર રવિ બિશ્નોઈએ ભારત માટે બે વિકેટ મેળવી હતી.
Advertisement


