Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યુક્રેનમાંથી અમે 22,500થી વધારે વિદ્યાર્થીઓને ભારત પરત લાવ્યા, જુઓ વિદેશ મંત્રીએ શું કહ્યું..

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને યુદ્ધની વચ્ચે બહાર કાઢવામાં ભારત સફળ રહ્યું છે. ત્યારે આજે વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં આ અંગે નિવેદન આપ્યું છે. એસ જયશંકરે કહ્યું કે મુશ્કેલ સંજોગોમાં પણ અમે અમારા 22500 થી વધુ વિદ્યાર્થીઓને ભારત પાછા લાવ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સà
મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યુક્રેનમાંથી અમે 22 500થી
વધારે વિદ્યાર્થીઓને ભારત પરત લાવ્યા  જુઓ વિદેશ મંત્રીએ શું કહ્યું
Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી
રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને યુદ્ધની વચ્ચે બહાર કાઢવામાં ભારત
સફળ રહ્યું છે. ત્યારે આજે વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં આ અંગે નિવેદન
આપ્યું છે.
એસ જયશંકરે કહ્યું કે મુશ્કેલ
સંજોગોમાં પણ અમે અમારા
22500 થી વધુ વિદ્યાર્થીઓને ભારત પાછા
લાવ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સામે
પડકાર અમારા નાગરિકોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવાનો હતો. તેમણે વધુમાં જણાવ્યું
કે વિદ્યાર્થીને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું હતું. મુશ્કેલ
પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવેલું તે એક મોટું ઓપરેશન હતું. એસ જયશંકરે કહ્યું
કે ભારતીય દૂતાવાસે 15, 20 અને 22 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને યુક્રેન છોડવા માટે
સલાહ આપી હતી. સતત એડવાઈઝરી છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળી રહ્યા
ન હતા. તેને ડર હતો કે તેનો અભ્યાસ અધૂરો ન રહી જાય.


Advertisement

વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે 18000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હતા. તેને ધ્યાનમાં રાખીને ભારત સહિત યુક્રેનમાં કોલ સેન્ટર શરૂ
કરવામાં આવ્યા હતા. એર સ્પેસ ખરાબ વાતાવરણને કારણે બંધ હતી
, તેથી પડોશી દેશોની બોર્ડર પરથી વિદ્યાર્થીઓને લ્યુકેન્સ હેડક્વાર્ટર
ખાતેથી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ માટે મોટી સંખ્યામાં અધિકારીઓને
પડોશી દેશોની સરહદો પર મોકલવામાં આવ્યા હતા. 
જયશંકરે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન વડાપ્રધાન સતત સમીક્ષા બેઠકો કરી
રહ્યા હતા અને તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તમામ મંત્રાલયોનો પણ
સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. જેવી ત્યાં સ્થિતિ બગડવા લાગી
ભારતીય હાઈ કમિશને જાન્યુઆરી 2022 થી ત્યાં ભારતીયોની નોંધણી શરૂ કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.

×