ફરી એક વખત રશિયાની વિરુદ્ધ પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત, UNHRCમાં વોટિંગમાં ન લીધો ભાગ
યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)માં શુક્રવારે મતદાન
યોજાયું હતું. જેમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. પરંતુ દરવખતની જેમ આ વખતે પણ ભારત
વોટિંગથી દૂર રહ્યું હતું. માનવ અધિકાર ઉલ્લંઘનની તપાસ માટે UNHRC માં મતદાન યોજાયું
હતું. ભારતે રશિયા વિરુદ્ધ આ પ્રસ્તાવમાં ભાગ લીધો ન હતો. મળતી માહિતી અનુસાર ભારતે રુસ-યુક્રેન યુદ્ધ પર સ્વતંત્ર તપાસ પંચની રચના પર મતદાન
કર્યું ન હતું.
India abstains at the UN Human Rights Council vote on the establishment of an independent international inquiry commission in the aftermath of the Russian invasion of Ukraine — ANI (@ANI) March 4, 2022 " title="" target="">javascript:nicTemp();
યુક્રેન પર સતત રશિયન હુમલાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર આ મુદ્દે
સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકા અને યુરોપીયન દેશો યુએન દ્વારા રશિયા પર
દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારતે ફરી એકવાર યુએનમાં પોતાની સ્થિતિ તટસ્થ રાખી છે. આ
પહેલા પણ ભારતે યુદ્ધ ખતમ કરવા માટે બંને દેશો સાથે વાતચીતની હિમાયત કરી હતી.
1 માર્ચના રોજ પણ
યુક્રેનના મુદ્દે તાકીદની બેઠક બોલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં
ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આના પર તટસ્થ રહીને ભારતે મતદાન ન કરવાનો નિર્ણય
કર્યો. 29 દેશોએ બેઠક
બોલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 5 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ સાથે ભારત સહિત 13 દેશોએ તટસ્થ રહેવાનો
નિર્ણય લીધો છે.


