India- Pakistan War : Ahmedabad યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા રાજ્યની બ્લડ બેન્કો તૈયાર
યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની બ્લડ બેન્કો દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ રેડક્રોસ દ્વારા બ્લડનો મોટો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
Advertisement
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલ તણાવની સ્થિતિને લઈ ભારત દ્વારા આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ રેડક્રોસ દ્વારા વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યની બ્લડ બેંકો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ રેડક્રોસ સોસાયટી દ્વારા 15 હજાર બ્લડ યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કમ્પોનન્ટ્સ પણ 45 હજાર તૈયાર છે.ગુજરાતના ત્રણ જિલ્લામાં વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બ્લડનો મોટો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. તેમજ ત્રણ જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. તેમજ ફર્સ્ટ એડ કીટ પણ મોટા પ્રમાણમાં તૈયાર રાખવામાં આવી છે.
Advertisement


