Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના વિદેશ મંત્રી જયશંકરના ઇમરાન ખાને કર્યા વખાણ, જાણો શું કહ્યું

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના (Independent foreign policy) વખાણ કર્યા છે. તેમણે યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રતિબંધોને કારણે પશ્ચિમી દેશોની ધમકીઓ છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટ્યા બાદ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને તેમની વિરુદ્ધ અમેરિકાની વિદેશ નીતિની નિંદા કરી છે. જો બિડેન પ્રશà
ભારતના વિદેશ મંત્રી જયશંકરના ઇમરાન ખાને કર્યા વખાણ  જાણો શું કહ્યું
Advertisement
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના (Independent foreign policy) વખાણ કર્યા છે. તેમણે યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રતિબંધોને કારણે પશ્ચિમી દેશોની ધમકીઓ છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. 
આ વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટ્યા બાદ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને તેમની વિરુદ્ધ અમેરિકાની વિદેશ નીતિની નિંદા કરી છે. જો બિડેન પ્રશાસનની ટીકા કરતા ઈમરાને અગાઉ પશ્ચિમી દેશની માંગ ન સ્વીકારવા અને અમેરિકાના 'વ્યૂહાત્મક સાથી' હોવા છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારતની પ્રશંસા કરી છે.
ગયા અઠવાડિયે લાહોરમાં એક વિશાળ સભા દરમિયાન, ઇમરાનની પીટીઆઈ પાર્ટીએ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરના ભાષણની એક વિડિયો ક્લિપ ચલાવી જેમાં ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે નવી દિલ્હી તેના લોકો (ભારતના લોકો) માટે જે સારું હશે તે કરશે. બંને દેશો વચ્ચે સરખામણી કરતા પીટીઆઈના વડા ઈમરાને પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર પર રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકી દબાણ સામે નમતું જોખવા બદલ આકરા પ્રહાર કર્યા હતા.
ભારતીય વિદેશ મંત્રી જયશંકરનો ઉલ્લેખ કરતા ઇમરાને કહ્યું, "જ્યારે ભારતના વિદેશ મંત્રીને રશિયન તેલ ન ખરીદવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ નક્કી કરનાર તેઓ કોણ છે? યુરોપ પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે અને લોકોને જરૂર છે. તેમણે  કહ્યું કે તેઓ તેને ખરીદવાનું ચાલુ રાખશે. આ એક સ્વતંત્ર દેશ છે." પાકિસ્તાનના પૂર્વ PMએ કહ્યું, "અમે રશિયા સાથે સસ્તા ભાવે તેલ ખરીદવાની વાત કરી હતી પરંતુ આ સરકારમાં અમેરિકાના દબાણનો સામનો કરવાની હિંમત નથી. ઈંધણની કિંમતો આસમાને સ્પર્શી રહી છે, ગરીબી રેખા નીચે લોકો જીવન જીવવા માટે મજબૂર છે. હું આનો વિરોધ કરું છું. હું આ પ્રકારની ગુલામીનો વિરોધ કરુ છું.
Tags :
Advertisement

.

×