OICને ભારતનો જડબાંતોડ જવાબ, કહ્યું- આતંકવાદને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ ન કરો
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC)ની માનવાધિકાર એજન્સી IPHRC (ધ ઈન્ડિપેન્ડન્ટ પરમેનન્ટ હ્યુમન રાઈટ્સ કમિશન) એ યાસીન મલિક કેસના ચુકાદા પર ભારતની ટીકા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ આનો જડબાંતોડ જવાબ આપ્યો છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે યાસીન મલિક કેસમાં ચુકાદા માટે OIC-IPHRC દ્વારા ભારતને કરવામાં આવેલી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે. આ ટિપ્પણીઓ દ્વારા, OIC-IPHRCએ યાસીન મલિકની આતંકવાદી પ્રવૃત્તà
Advertisement
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ (OIC)ની માનવાધિકાર એજન્સી IPHRC (ધ ઈન્ડિપેન્ડન્ટ પરમેનન્ટ હ્યુમન રાઈટ્સ કમિશન) એ યાસીન મલિક કેસના ચુકાદા પર ભારતની ટીકા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ આનો જડબાંતોડ જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે યાસીન મલિક કેસમાં ચુકાદા માટે OIC-IPHRC દ્વારા ભારતને કરવામાં આવેલી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે. આ ટિપ્પણીઓ દ્વારા, OIC-IPHRCએ યાસીન મલિકની આતંકવાદી પ્રવૃત્તિઓનું સ્પષ્ટ સમર્થન કર્યું છે.
મંત્રાલયે કહ્યું કે વિશ્વ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની માંગ કરે છે. અમે OICને વિનંતી કરીએ છીએ કે આને કોઈપણ રીતે યોગ્ય ઠેરવવામાં ન આવે.અલગતાવાદી નેતા મલિકને ટેરર ફંડિંગ કેસમાં દિલ્હીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે


