Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે ઓડિશાના ચાંદીપુરમાં પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ, જાણો શું છે ખાસિયત?

ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ સાથે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. DRDO દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) પરથી બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે કà
ભારતે ઓડિશાના ચાંદીપુરમાં પૃથ્વી 2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ  જાણો શું છે ખાસિયત
Advertisement
ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ સાથે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. DRDO દ્વારા વિકસિત આ મિસાઈલ પહેલેથી જ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડનો ભાગ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલનું પરીક્ષણ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) પરથી બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ એક સિદ્ધ પ્રણાલી છે અને તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્યોને ભેદવામાં સક્ષમ છે.
300 કિમીની ક્ષમતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર તટ પર જ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પણ સફળ રહ્યું હતું જેણે તમામ પરિમાણો પ્રાપ્ત કર્યા હતા. મળતી માહિતી મુજબ આ સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. પૃથ્વી-2 સ્વદેશી રીતે વિકસિત પરમાણુ સક્ષમ મિસાઈલ 350 કિમીની રેન્જ ધરાવે છે. જે પોતાની સાથે હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે અને બે એન્જિન દ્વારા સંચાલિત છે.
હથિયાર લઇ જવામાં સક્ષમ
પૃથ્વી એ સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે. પૃથ્વી-2 મિસાઈલ 500-1000 કિલોગ્રામ વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ છે અને તેના બે એન્જિન પ્રવાહી ઈંધણ પર ચાલે છે. દેશમાં વિકસિત આ મિસાઈલ 150 થી 600 કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. પૃથ્વી શ્રેણીની ત્રણ મિસાઇલો છે - પૃથ્વી-1, પૃથ્વી-2, પૃથ્વી-3. તેમની રેન્જ અનુક્રમે 150, 350 અને 600 કિમી સુધીની છે.
Tags :
Advertisement

.

×