Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો આતંકીઓ સરહદ પારથી નિશાન બનાવશે, તો ભારત સરહદ ઓળંગતા અચકાશે નહીં : રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે ફરી એકવાર આતંકવાદ પર નિશાન સાધ્યું છે. સીમા પારના આતંકવાદને લઈને ભારતે ફરી એકવાર પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. આસામ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત સરહદ પારથી થતા હુમલાઓ સામે કડક પગલા લેવામાં ખચકાશે નહીં. તેમણે કહ્યું કે ભારત એ સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે કડકાઈથી કાર્યવાહી કરીને આતંકવાદનો સામનો કરી શકાય છે. તેમણે કહ્યું àª
જો આતંકીઓ સરહદ પારથી નિશાન બનાવશે  તો ભારત સરહદ ઓળંગતા અચકાશે નહીં   રાજનાથ સિંહ
Advertisement
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે ફરી એકવાર આતંકવાદ પર નિશાન સાધ્યું છે. સીમા પારના આતંકવાદને લઈને ભારતે ફરી એકવાર પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. આસામ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત સરહદ પારથી થતા હુમલાઓ સામે કડક પગલા લેવામાં ખચકાશે નહીં. તેમણે કહ્યું કે ભારત એ સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે કડકાઈથી કાર્યવાહી કરીને આતંકવાદનો સામનો કરી શકાય છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશથી ઘૂસણખોરી લગભગ બંધ થઈ ગઈ છે, દેશની પૂર્વ સરહદ પર શાંતિ અને સ્થિરતા છે. રાજનાથે આ સંદેશ એવા સમયે આપ્યો છે, જ્યારે એક દિવસ પહેલા જમ્મુના સુજવાનમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. 
રાજનાથ સિંહે શનિવારે આસામના ગુવાહાટીમાં શ્રીમંત સાંકરદેવ કલાક્ષેત્ર એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આસામ સરકારે 1971ના યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોના સન્માનમાં આ સમારોહનું આયોજન કર્યું છે. આ શહીદોએ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભાગ લીધો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, તેમના કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર હતા. રક્ષા મંત્રીએ અહીં 7મા ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીયલ ફેર (એન્ટરપ્રાઈઝ 2022)માં પણ હાજરી આપી હતી. રાજનાથ સિંહની મુલાકાત માટે ગુવાહાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સામેલ ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કર્યા બાદ પોતાના સંબોધનમાં રાજનાથે કહ્યું કે સરકાર ભારતમાંથી આતંકવાદનો સફાયો કરવાનું અભિયાન ચલાવી રહી છે. ભારતે બતાવ્યું છે કે જો તેની ધરતી પર હુમલો થાય છે તો તે જવાબ આપવા માટે તૈયાર અને સક્ષમ છે. ભારત પશ્ચિમ સરહદ પર જે તણાવનો સામનો કરી રહ્યું છે તે પૂર્વ સરહદ પર નથી કારણ કે બાંગ્લાદેશ મિત્ર દેશ છે.

રાજનાથે કહ્યું, ઘૂસણખોરીની સમસ્યા લગભગ પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. પૂર્વ સરહદ પર સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા છે. હાલમાં જ ઉત્તરપૂર્વના વિવિધ વિસ્તારોમાંથી AFSPA હટાવ્યાની વચ્ચે રાજનાથ સિહે કહ્યું કે સરકાર પરિસ્થિતિ સુધારવા માટે યોગ્ય પગલાં લઈ રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ એક ભ્રમણા છે કે સેના ઈચ્છે છે કે AFSPA હંમેશ માટે અમલમાં રહે.  AFSPAને અમલી બનાવવા માટે પરિસ્થિતિ જવાબદાર છે, સેના નહીં.
Advertisement
Tags :
Advertisement

.

×