India World Cup Champion : ભારતની મહિલા ટીમે પહેલી વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
- ભારતની મહિલા ટીમે પહેલી વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
- હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય
- દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન
- દીપ્તી શર્માનો ડબલ રેકોર્ડ – વર્લ્ડ કપમાં 15 વિકેટ અને 200 રન પૂરા
India World Cup Champion : ભારતની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપમાં ઐતિહાસિક વિજય હાંસલ કરીને આખા દેશને ગૌરવની અનુભૂતિ કરાવી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે.
ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય
ભારતીય ટીમની જીતમાં શેફાલી વર્માની આક્રમક બેટિંગ (78 બોલમાં 87 રન) અને દીપ્તિ શર્માની શાનદાર બોલિંગ (4 વિકેટ) મુખ્ય રહી. સ્મૃતિ મંધાના (45), રિચા ઘોષ (34) અને દીપ્તિ શર્મા (58)ના યોગદાનથી ભારતે 7 વિકેટ પર 298 રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ કેપ્ટન લોરા વુલ્વાર્ડ્ટના શતક હોવા છતાં લક્ષ્ય સુધી પહોંચી શકી નહતી. દીપ્તિ શર્માએ વિશ્વ કપમાં 15 વિકેટ અને 200 રન પૂરા કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. શેફાલી અને મંધાનાની શતકીય ભાગીદારીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે વિશ્વ ક્રિકેટમાં નવો અધ્યાય લખ્યો છે અને દેશના લાખો ક્રિકેટ ચાહકોને ગર્વ અનુભવાવ્યો છે.
આ પણ વાંચો : ઇતિહાસ રચ્યા બાદ મહિલા ટીમ બની માલામાલ: ટ્રોફી સાથે ખેલાડીઓને કેટલી રકમ મળશે?


