Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ 238 રને જીતી, India એ ઘરઆંગણે સતત 15મી સિરીઝ જીતી

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં શાનદાર જીત મેળવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ્સ અને 222 રને જીતનાર ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ સિરીઝ હારી નથી.
ભારતે શ્રીલંકા સામેની
બીજી ટેસ્ટ મેચ 238 રને જીતી  india
એ ઘરઆંગણે સતત 15મી સિરીઝ જીતી
Advertisement

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં
શાનદાર જીત
મેળવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ્સ અને 222 રને જીતનાર ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ અત્યાર સુધી
એક પણ સિરીઝ હારી નથી.

𝗦𝗲𝗿𝗶𝗲𝘀 𝗦𝘄𝗲𝗲𝗽 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲𝗱! 👍 👍@Paytm #INDvSL pic.twitter.com/Cm6KZg7y0s

— BCCI (@BCCI) March 14, 2022" title="" target="">javascript:nicTemp();

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 446 રનની જંગી લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં
શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી શ્રેયસ અય્યરે (
67) ફરી એકવાર સૌથી વધુ રન બનાવ્યા. આ સાથે જ ઋષભ પંતે પણ 50 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ
માત્ર
208 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી
કેપ્ટન દિમુથ કરુણારત્નેએ
107 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો
નહોતો. આ સિવાય કુશલ મેન્ડિસે પણ
54 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી
રવિચંદ્રન અશ્વિને
4, જસપ્રિત બુમરાહે 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે એક વિકેટ
રવીન્દ્ર જાડેજાને મળી હતી.


જસપ્રીત બુમરાહે શ્રીલંકા સામે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. હવે બીજી ઈનિંગમાં પણ આ ફાસ્ટ બોલરે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. શ્રીલંકાના કોઈપણ
બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા ન હતા. એન્જેલો મેથ્યુસે
43 રન બનાવ્યા હતા. મેથ્યુસ સિવાય માત્ર નિરોશન ડિકવેલા અને અરવિંદા
દેસેલ્વા બે આંકડા સુધી પહોંચી શક્યા. ભારતીય બોલરોએ આખી મેચ પર પકડ બનાવી રાખી
હતી અને શ્રીલંકાની આખી ટીમ
109 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતને 143 રનની લીડ મળી હતી.


Advertisement
Tags :
Advertisement

.

×