Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

ભારત અને નેધરલેન્ડ (IND vs NED) વચ્ચે ગ્રુપ 2 ની મહત્વપૂર્ણ મેચ સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર રમાશે. આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની નજીક પહોંચી જશે. બીજી તરફ, ભારત સામે પલટવાર કરવામાં સફળ રહેવાથી સુપર 12 તબક્કામાં નેધરલેન્ડની જીતનું ખાતું ખુલશે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ટીમનો નથી કર્યો ફેરફારT20 વરà
ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
Advertisement
ભારત અને નેધરલેન્ડ (IND vs NED) વચ્ચે ગ્રુપ 2 ની મહત્વપૂર્ણ મેચ સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર રમાશે. આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની નજીક પહોંચી જશે. બીજી તરફ, ભારત સામે પલટવાર કરવામાં સફળ રહેવાથી સુપર 12 તબક્કામાં નેધરલેન્ડની જીતનું ખાતું ખુલશે. 
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 


ટીમનો નથી કર્યો ફેરફાર
T20 વર્લ્ડ કપ 2022માં ભારત તેની બીજી મેચ આજે સિડનીમાં નેધરલેન્ડ સામે રમશે. પાકિસ્તાન સામે ધમાકેદાર શરૂઆત કર્યા બાદ ભારત જીતનો સિલસિલો જાળવી રાખવાની કોશિશ કરશે. સિડનીના મેદાન પર ભારત અને નેધરલેન્ડની મેચ પહેલા દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની મેચ રમાઈ રહી છે, મેચનો અંત મોડો થવાને કારણે ભારતનો ટોસ મોડો થયો હતો. મહત્વનું છે કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ અત્યંત રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલે જીત મેળવી હતી. બીજી તરફ નેધરલેન્ડ આ રાઉન્ડની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે 9 રને હાર્યું હતું. મહત્વનું છે કે, ભારત અને નેધરલેન્ડ બંનેએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેનો અર્થ છે કે આજે પણ ઋષભ પંત, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ બહાર બેસશે.
ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (c), કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (wt), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આર અશ્વિન, અર્શદિપ સિંઘ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
Advertisement
Tags :
Advertisement

.

×