Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચીનમાં ભાષા અને મેડિકલ શિક્ષણની ખરાબ ગુણવત્તાથી ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન

જ્યારથી કોવિડ-19મહામારી બાદ હજુ પણ ચીનનું તંત્ર થાળે ન પડ્યું હોય તોવો ઘાટ છે. જ્યારથી મહામારી શરૂ થઇ ત્યારથી, વિદેશ મંત્રાલય વિદેશમાં વસતા વિદેશી ભારતીયોની તકલીફો અંગે વધુ સજાગ બન્યું છે. ખાસ કરીને વિદેશ મંત્રાલયએ સુનિશ્ચિત કર્યું હતું કે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સ્પર્શતા દરેક મુદ્દા પર વધુ ધ્યાન આપવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રી ડૉ. àª
ચીનમાં ભાષા અને મેડિકલ શિક્ષણની ખરાબ ગુણવત્તાથી ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન
Advertisement
જ્યારથી કોવિડ-19મહામારી બાદ હજુ પણ ચીનનું તંત્ર થાળે ન પડ્યું હોય તોવો ઘાટ છે. જ્યારથી મહામારી શરૂ થઇ ત્યારથી, વિદેશ મંત્રાલય વિદેશમાં વસતા વિદેશી ભારતીયોની તકલીફો અંગે વધુ સજાગ બન્યું છે. ખાસ કરીને વિદેશ મંત્રાલયએ સુનિશ્ચિત કર્યું હતું કે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સ્પર્શતા દરેક મુદ્દા પર વધુ ધ્યાન આપવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 25 માર્ચ 2020માં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી, જેથી કોવિડના નિયંત્રણોના સમયે ચીનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી સુગમ થઇ શકે. 

ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા 23,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતાં
બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે 8 સપ્ટેમ્બર2021ના રોજ ચાઇનીઝ મેડિકલ સ્કૂલોમાં અભ્યાસ અંગે વિગતવાર એડવાઇઝરી જારી કરી હતી, કારણ કે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસને ચીનમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયાં હતાં. ચીને અગાઉ પણ વિઝા પ્રતિબંધો લાદ્યા હતા જેના કારણે ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા 23,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતાં. વિદેશ પ્રધાન જયશંકરના પ્રયાસોથી, તેમના ચીની સમકક્ષ સાથે સતત વાટાઘાટો પછી, ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવા અને તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે તાજેતરમાં પ્રતિબંધ હટાવવામાં આવ્યા છે. 

ચીનમાં ચિકિત્સા શિક્ષાની ખરાબ ગુણવત્તા
એડવાઇઝરીમાં, ભારતીય દૂતાવાસે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અંગેનો ડેટા શેર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 2015 થી 2021 સુધી, ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી માત્ર 16% એ જ મેડિસિન પ્રેક્ટિસ કરવા વિદેશી ચિકિત્સા સ્નાતક પરીક્ષા (FMGE) પાસ કરી હતી. આ આંકડો ચીનમાં ચિકિત્સા શિક્ષાની ખરાબ ગુણવત્તાને પ્રદર્શિત કરે છે. 

બહુ ઓછા વિદ્યાર્થીઓ સારા ડૉક્ટર બન્યા
ચીનમાં શિક્ષણની ગુણવત્તાના લીધે બહુ ઓછા વિદ્યાર્થીઓ સારા ડૉક્ટર બન્યા છે. તે સિવાય અન્ય મુદ્દાઓ પણ છે. તેમાંથી એક સમસ્યા ભાષાની છે. અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવા છતાં, અગાઉના ભારતીય વિદ્યાર્થીઓ કે જેમણે ચીનમાં અભ્યાસ કર્યો હતો, તેમણે જણાવ્યું કે પ્રોફેસરો દ્વારા સ્ટડીઝ તેમની ભાષામાં સમજાવવમાં આવતી હતી તેથી તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.  કોવિડ શરૂઆત પછીનો બીજો મુખ્ય મુદ્દો ચીનની 'ડાયનેમિક ઝીરો કોવિડ પોલિસી' છે, જે અવરજવર પર કડક નિયંત્રણો લાદે છે જેના કારણે પણ ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઇ છે. આ નીતિ સતત બદલાતી રહે છે અને વિદ્યાર્થીઓને ઘણો સમય ઘરેથી દૂર રહેવું પડે છે. 
 
Tags :
Advertisement

.

×