ન્યૂયોર્કના બ્રૂકલીન સબ વે સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર, વિસ્ફોટકો પણ મળ્યા, પ્લેટફોર્મ લોહીથી ખરડાયું
અમેરિકાનું ગન કલ્ચર તેને જ પડકાર ફેંકતું હોય તેવી ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારે અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના બની છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરની સવાર અંધાધૂંધ ગોળીબાર સાથે થઇ છે. ન્યૂયોર્ક શહેરના બ્રૂકલીન નામના સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની છે. જેમાં કેટલાક લોકોના મોત તો અનેક લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.જે પ્રાથમિક માહિતિ સામે આવી છે તે પ્રમાણે મંગળવારે સà
Advertisement
અમેરિકાનું ગન કલ્ચર તેને જ પડકાર ફેંકતું હોય તેવી ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારે અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના બની છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરની સવાર અંધાધૂંધ ગોળીબાર સાથે થઇ છે. ન્યૂયોર્ક શહેરના બ્રૂકલીન નામના સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની છે. જેમાં કેટલાક લોકોના મોત તો અનેક લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
જે પ્રાથમિક માહિતિ સામે આવી છે તે પ્રમાણે મંગળવારે સવારે બ્રૂકલીન સબવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અનેક લોકોને ગોળી મારવામાં આવી છે. ન્યૂયોર્કના ફાયર ફાઇટર્સ વિભાગના જણાવ્યા પ્રમાણ આ ગોળીબારીમાં 13 લોકો ઘાયલ થયા છે. વિદેશી મીડિયાની રિપોર્ટ પ્રમાણે ગેસ માસ્ક અને નારંગી રંગના ટીશર્ટમાં આવેલા એક વ્યક્તિએ બ્રૂકલીનના સનસેટ પાર્કમાં આવેલા આ મેટ્રો સ્ટેશન પર ગોળીબારી કરી છે. પોલીસ હાલમાં આ વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
આ સિવાય નજીકમાં જ એક વિસ્ફોટ થયાના સમાચાર પણ મળયા છે. ઉપરાંત મેટ્રો સ્ટેશનમાંથી અનેક વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. જેને પોલીસ અત્યારે ત્યાંથી દૂર કરવાની કામગીરી કરી રહી છે. પોલીસ અધિકારીઓ અને ફાયર વિભાગને મૂળ રુપે તો સ્ટેશનમાં ધૂમાડાને લઇને જાણ કરવામાં આવી હતી. જો કે તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ગોળીબારી થઇ છે. સાથે વિસ્ફોટકો પણ મળ્યા હતા.
આ ઘટનાની જે તસવીરો સામે આવી છે તેમાં પ્લેટફોર્મ અને ટ્રેન બંને લોહીથી ખરડાયેલી હાલતમાં જોઇ શકાય છે. સાથે જ જે લોકો ગોળીબારીમાં ઘાયલ થયા છે તેઓ ત્યાં પ્લેટફોર્મ પર જ સૂતેલા નજરે પડી રહ્યા છે. આ સિવાય સામાન પણ આમથી તેમ વિખરાયેલો છે. ઉલ્લેખનીય છે કે સવારનો સમય હતો તેથી મેટ્રો સ્ટેશન પર ભીડ પણ વધારે હતી.
આ વર્ષે ન્યુયોર્ક સિટીમાં ગોળીબારની ઘટનાઓમાં વધારો થયો છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગના આંકડા અનુસાર 3 એપ્રિલ સુધીમાં ગયા વર્ષની સરખામણીએ ગોળીબારની ઘટનાઓ 260 થી વધીને 296 થઈ ગઈ છે.


