ઇન્ડોનેશિયાએ પામ ઓઇલની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ભારત પર કેવી અસર પડશે
ઇન્ડોનેશિયાએ પોતાના દેશમાં સતત વધી રહેલી મોંઘવારીની સામે લડવા માટે પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇન્ડોનેશિયાના આ નિર્ણયથી ભારતનો મોટો ફટકો પડી શકે છે. ભારતમાં પામ ઓઇલનો ઉપયોગ ખાદ્યતેલમાં મિશ્રણ તરીકે થાય છે. આ ઉપરાંત ડિઝલ અને પેટ્રોલમાં જે બાયો ફ્યુલ મિશ્ર કરવામાં આવે છે તે પણ પામ ઓઇલ જ હોય છે. વિશ્વભરમાં અંદાજે 50 ટકા ઘરેલું ઉત્પાદનોમાં પણ પાણ ઓઇલનો ઉપયોગ કરવામાં àª
Advertisement
ઇન્ડોનેશિયાએ પોતાના દેશમાં સતત વધી રહેલી મોંઘવારીની સામે લડવા માટે પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇન્ડોનેશિયાના આ નિર્ણયથી ભારતનો મોટો ફટકો પડી શકે છે. ભારતમાં પામ ઓઇલનો ઉપયોગ ખાદ્યતેલમાં મિશ્રણ તરીકે થાય છે. આ ઉપરાંત ડિઝલ અને પેટ્રોલમાં જે બાયો ફ્યુલ મિશ્ર કરવામાં આવે છે તે પણ પામ ઓઇલ જ હોય છે. વિશ્વભરમાં અંદાજે 50 ટકા ઘરેલું ઉત્પાદનોમાં પણ પાણ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં આમ પણ મોંઘવારી વધી ગઇ છે અને ખાદ્ય તેલના ભાવ વધી ગયા છે. સરસવનું તેલ પણ મોંઘું બન્યું છે. સુરજમુખીનું તેલ રશિયા અને યુક્રેન સંકટના કારણે સપ્લાય ઓછો આવતાં મોંઘું બની ગયું છે. હવે ઇન્ડોનેશિયાથી સમાચાર આવ્યા છે કે જેના કારણે ભારતમાં આગામી દિવસોમાં ખાદ્યતેલ વધુ મોંઘું બની શકે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ શુક્રવારે પામ ઓઇલના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
જો પામ ઓઇલ ભારતમાં મોંઘું થાય કે તેનો સપ્લાય બંધ થઇ જાય તો ખાદ્યતેલ પર તેની સીધી અસર પડશે કારણ કે પામ ઓઇલ અલગ અલગ ખાદ્ય તેલમાં મિશ્ર કરવામાં આવે છે. જો પામ ઓઇલ સસ્તું હોય તો ભારતના ખાદ્ય તેલ પણ સસ્તા થઇ શકે છે. તેમાં કોઇ સુગંધ હોતી નથી તેથી તે કઇ પણ તેલ સાથે આસાનીથી ભળી જાય છે.
અત્યારે ઇન્ડોનેશિયામાં મોંઘવારી આસમાને પહોંચી છે. તેથી ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં હજારો લોકોએ ખાવા પીવાની ચીજોમાં વધેલી મોંઘવારીના વિરોધમાં રસ્સા પર આવી જઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી રાષ્ટ્રપતિએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ઇન્ડોનેશિયામાં કુલ નિકાસના 4.5 ટકા હિસ્સો પામ ઓઇલનો છે જેથી તેમાંથી રળનારી આવકનો પણ અર્થ વ્યવસ્થામાં મોટું યોગદાન છે. આ પ્રતિબંધ લાગુ થવાના કારણે ભારતને હવે પામ ઓઇલ ખરીદવું મોંઘું પડી શકે છે અથવા બિલકુલ નહી મળે. જો આ પ્રતિબંધ લાંબો ચાલ્યો તો વધુ મુશ્કેલી આવી શકે છે.
પામ ઓઇલના ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા નંબર 1ની પોઝીશનમાં છે. બીજા નંબરે મલેશીયા છે અને ત્યારબાદ કેટલાક આફ્રીકી દેશોનો પણ નંબર આવે છે. ભારત સરકાર પણ હવે પામ ઓઇલના ઉત્પાદનમાં પ્રોત્સાહન આપી રહી છે. નેશનલ મિશન એડિબલ ઓઇલ મુજબ 2025-26 સુધી ભારતમાં પામ ઓઇલનો હિસ્સો 3 ગણો કરવાનો લક્ષ્ય છે. ભારત સરકાર પામ ઓઇલના ઉત્પાદનમાં જોર આપી રહી છે કારણ કે સરસવ તેલની તુલનામાં તેટલી જ જમીનમાં તેનું ઉત્પાદન 3 ગણું વધારે થાય છે. ખાદ્ય તેલમાં ભારતની આયાતનો બે તૃતિયાંશ ભાગ કેવલ પામ ઓઇલનો હોય છે. જેમાં 70 ટકા પામ ઓઇલ ઇન્ડોનેશિયામાંથી આવે છે. જયારે 30 ટકા મલેશિયાથી આવે છે. હવે ભારતે મલેશિયા પર નિર્ભર રહેવું પડશે જેથી ભારતમાં ખાદ્ય તેલના ભાવો હજું પણ વધી શકે છે.


