ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ કરી બંધ, જુઓ ભારતમાં કઈ કઈ વસ્તુઓના વધશે ભાવ
આજથી એટલે કે 28 એપ્રિલથી ઈન્ડોનેશિયાએ ખાદ્ય તેલની નિકાસ બંધ કરી દીધી છે અને તેની
અસર ઘણા દેશો પર જોવા મળી શકે છે. જો કે આ સમાચાર ભારતીયો માટે વધુ ખરાબ છે કારણ કે દેશમાં રસોઈ તેલ વધુ મોંઘું થવા જઈ રહ્યું છે. યુક્રેન-રશિયા
યુદ્ધને કારણે દેશમાં પહેલેથી જ સૂર્યમુખી તેલ મોંઘું થઈ ગયું છે. જ્યારે દેશમાં
સરસવના તેલની કિંમતો અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. હવે પામ ઓઈલના મોંઘવારીથી
દેશમાં માત્ર ખાદ્યતેલ જ મોંઘુ થશે એટલું જ નહીં સાથે સાથે કેક, બિસ્કીટ અને ચોકલેટથી લઈને શેમ્પૂ-સાબુ જેવી અનેક ચીજવસ્તુઓના ભાવ
વધવાના છે.
ભારત તેના પામ ઓઈલનો 70 ટકા જથ્થો ઇન્ડોનેશિયા અને 30 ટકા મલેશિયાથી આયાત કરે છે. દેશમાં લગભગ 9 મિલિયન ટન પામ ઓઈલ ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે અને
ઈન્ડોનેશિયામાંથી નિકાસ બંધ થવાને કારણે દેશમાં પામ ઓઈલની ઉપલબ્ધતા ઓછી થશે જેના
કારણે અહીં મોંઘવારી વધશે. તેઓ આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે એફએમસીજી અને
કોસ્મેટિક્સ કંપનીઓ પણ મોટી માત્રામાં પામ ઓઈલનો ઉપયોગ કરે છે. આ કારણે જે
એફએમસીજી ઉત્પાદનોમાં પામ તેલનો ઉપયોગ થાય છે તે મોંઘા થવા જઈ રહ્યા છે.
પામ તેલનો સૌથી વધુ ઉપયોગ
ખાદ્ય તેલ તરીકે થાય છે. આ સિવાય તે શેમ્પૂ, ટૂથપેસ્ટ, નહાવાના સાબુ, વિટામિન ગોળીઓ, કોસ્મેટિક ઉત્પાદનો, કેક અને ચોકલેટ વગેરેમાં પણ
વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ
બંધ કરી દીધી છે. જેના કારણે ખાદ્યતેલોના ભાવ
વધશે, શેમ્પૂ-સાબુ, કેક, બિસ્કીટ અને ચોકલેટ મોંઘા
થવાના સંકેત પણ છે. આ કંપનીઓ પહેલા જ જણાવી ચૂકી છે કે તેઓ તેમના ઉત્પાદનોમાં પામ
ઓઈલનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે હવે જો પામ ઓઈલની અછત હશે તો તેની કિંમતો
વધશે અને આ કંપનીઓ તેમના ઉત્પાદનોના ભાવ પણ વધારી શકે છે.


