અમુલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો નવી કિંમત
મોંઘવારીનો માર
દિવસે દિવસે આમ આદમીને નડી રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવ સામાન્ય માણસનું
જીવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે. પેટ્રોલ ડિઝલના ભાવની અસર સામાન્ય માણસ સાથે
જોડાયેલી તમામ વસ્તુઓના ભાવ પર પડે છે. હાલ દુનિયામાં યુદ્ધના કારણે કાચા તેલની
કિંમત ઉચકાઈ રહી છે ત્યારે દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઉચકાવાની દહેશત વચ્ચે હવે
અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરતા સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે.
અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ થયું છે.
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી-NCRમાં દૂધની
કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો રવિવાર
રાતથી લાગુ થશે.
નવી કિંમતો 6 માર્ચથી લાગુ થશે
મધર ડેરી વતી
જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોની પડતર કિંમત, તેલની કિંમત અને પેકેજીંગ મટીરીયલની કિંમતમાં વધારાને કારણે દૂધના ભાવમાં
વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 6 માર્ચથી લાગુ થશે. નવા ભાવ દૂધની દરેક
વેરાયટી પર લાગુ થશે. સામાન્ય માણસ
માટે દુધ સૌથી જરૂરી વસ્તુઓમાનું એક છે ત્યારે અમૂલે દુધના ભાવમાં 4 ટકાનો વધારો
કર્યો હતો. અમુલે તેની ગોલ્ડ, તાજા અને શક્તિ સહિતના તમામ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલે તમામ દુધ
પર 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. આ નવા ભાવ પહેલી માર્ચથી અમલમાં આવ્યા.
પશુપાલકો માટે
પ્રતિ કિલો ફેટ 5 ટકા વધારો
બીજી તરફ વાત
કરીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પશુપાલકોના ઈનપુટ ભાવમાં પણ વધારો
કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશનના સભ્ય સંઘો
દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતી કિંમતમાં 5 ટકાનો વધારો કરાયો છે. હવે
પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ભાવ 35 થી વધારીને 40 કરાયો છે.


