આ વ્યક્તિએ આકરા તડકામાં ચકલીને પાણી આપ્યું તો ઈન્ટરનેટ યુઝર્સે તેને દિલથી વખાણ્યો..
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં કયો વિડીયો લાખોમાં વાયરલ થાય તેની ખબર હોતી નથી. અત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા -પીણાં પીતા હોય છે. આ વર્ષે ગરમીના કારણે માત્ર માણસો જ નહીં પશુ-પક્ષીઓ પણ એટલા જ ચિંતિત છે ત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તરસતી ચકલીને પાણી આપતો જોવà
Advertisement
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં કયો વિડીયો લાખોમાં વાયરલ થાય તેની ખબર હોતી નથી. અત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા -પીણાં પીતા હોય છે. આ વર્ષે ગરમીના કારણે માત્ર માણસો જ નહીં પશુ-પક્ષીઓ પણ એટલા જ ચિંતિત છે ત્યારે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તરસતી ચકલીને પાણી આપતો જોવા મળી રહ્યો છે. માણસ પક્ષીને બોટલના ઢાંકણામાં પાણી આપતો જોવા મળે છે.
આ વિડીયો છત્તીસગઢ કેડરના IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.શરણે વિડીયો ટ્વીટ કરીને લખ્યું, જીવન માટે બે ટીપાં અમૃત સમાન.
એક યુઝરે ઓફિસર અવનીશ શરણના વખાણ કર્યા અને લખ્યું, આ ખરેખર શાનદાર કામ કર્યું તમે સર .જો આપણે અન્ય પ્રજાતિઓને છોડી દઈએ તો આપણી ભાવિ પેઢીઓ માટે પણ આપણે કંઈ છોડવાના નથી.
આ વિડીયોને ટ્વિટર પર એક લાખથી વધુ વ્યૂઝ અને લગભગ 7,500 લાઈક્સ મળ્યા છે.છત્તીસગઢ કેડરના IAS અધિકારીઓ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકૃતિ વિશેના વિડીયો પોસ્ટ કરે છે અને તેમના ચાહકો તેમને જોવાનું પસંદ કરે છે.
Advertisement


