ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો: સહકાર મંત્રી અમિત શાહ
ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરમેન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાનું અનુકરણીય પગલું રાજ્યની દરેક સહકારી બેંકે અનુસરવું જોઈએ. તેઓ આ તબક્કે અભિનંદનને પાત્ર છે, તેમ દેશના સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના પ્રશિક્ષણ ભવનનું ભૂમિપૂજન કરતા હાજર મેદનીને કહ્યું હતું.ભરૂચ દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકà
Advertisement
ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરમેન અને ધારાસભ્ય અરૂણસિંહ રણાનું અનુકરણીય પગલું રાજ્યની દરેક સહકારી બેંકે અનુસરવું જોઈએ. તેઓ આ તબક્કે અભિનંદનને પાત્ર છે, તેમ દેશના સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ બેંકના પ્રશિક્ષણ ભવનનું ભૂમિપૂજન કરતા હાજર મેદનીને કહ્યું હતું.
ભરૂચ દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના રૂપિયા 3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 5 મંજલી સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન શુક્રવારે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેઓના હસ્તે કરાયું હતું.
દેશના સહકાર મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું હતું કે, આજે આંનદ અને અભિનંદનની ક્ષણ છે. ભરૂચની 115 વર્ષ જૂની બેંકે આજે ખૂબ સુંદર અને નવી શરૂઆત કરી છે. સ્વ ભંડોળમાંથી આધુનિક શિક્ષણ ભવન બનાવ્યું. પ્રશિક્ષણ ભવનમાં લેબ, કોમ્પ્યુટર, પુસ્તકાલય બધું જ. ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.
ગૃહમંત્રીએ પોતાના ગુજરાતના સ્મરણો વગળતો કહ્યું હતું કે, 2002 માં મને યાદ અરુણસિંહ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ હોવા છતાં બધી રાજનીતિ બાજુએ મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદદ કરી હતી. આજે 12 ટકા એન.પી.એ. અને 22 ટકા ડિવિડન્ડ આપનારી બેંક દેશમાં ઘણી ઓછી છે. જિલ્લાની સહકારી મંડળીઓ અને કર્મચારીઓને પ્રશિક્ષણ મળશે. ભવન સહકારી ક્ષેત્રના મૂળ તત્વો, જ્ઞાન, મહત્વ નીચે સુધી પહોંચશે.
દરેક ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકો પોત પોતાના જિલ્લામાં આ અનુકરણીય પગલું ભરે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આઝાદી પછી સહકારી ક્ષેત્રનું અલગ મંત્રાલય બનાવવાનો ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ લીધો હતો.
વર્ષ 2022 માં રૂપિયા 900 કરોડ સહકારી ક્ષેત્ર માટે ફાળવણી, ટેકશેશન , સરચાર્જ ઘટાડયો, સેવા સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઇઝેશન, 65 હજાર થી વધુ મંડળીઓને નવું જીવન મળશે જેની પાછળ ₹600 કરોડના ખર્ચ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકમાં, દક્ષિણ ગુજરાત પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અને ઉપદંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અને ચેરમેન અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સહિતના મહાનુભવો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


