શું પૂનમ પાંડેની માતા બનવું સરળ છે ? 'લોકઅપ'ની EX સ્પર્ધકે શેર કરી માતા સાથેની લાગણી
કંગના રનૌતના બહુચર્ચિત શો 'લોકઅપ'નો હિસ્સો રહેલી પૂનમ પાંડેની તેની માતા સાથે ખૂબ જ અનોખો સંબંધ છે. પૂનમ પાંડેને સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકો સુધી દરેક જગ્યાએ જજ, ટીકા અને ટ્રોલ જ કરવામાં આવી છે. લોકો તેના દરેક નિર્ણય માટે બેવડા ધોરણો ધરાવે છે પરંતુ તેની માતા માટે પૂનમ પાંડે માત્ર તેની પુત્રી છે. જ્યારે પૂનમ પાંડેની માતા તેને લોકઅપમાં મળવા આવી ત્યારે લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ
Advertisement
કંગના રનૌતના બહુચર્ચિત શો 'લોકઅપ'નો હિસ્સો રહેલી પૂનમ પાંડેની તેની માતા સાથે ખૂબ જ અનોખો સંબંધ છે. પૂનમ પાંડેને સોશિયલ મીડિયાથી લઈને સામાન્ય લોકો સુધી દરેક જગ્યાએ જજ, ટીકા અને ટ્રોલ જ કરવામાં આવી છે. લોકો તેના દરેક નિર્ણય માટે બેવડા ધોરણો ધરાવે છે પરંતુ તેની માતા માટે પૂનમ પાંડે માત્ર તેની પુત્રી છે. જ્યારે પૂનમ પાંડેની માતા તેને લોકઅપમાં મળવા આવી ત્યારે લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે એવા અહેવાલો આવ્યા હતા કે તેનો પરિવાર તેની સાથે સબંધ રાખતો નથી.
પૂનમ પાંડેનો સંબંધ તેની માતા સાથે કેવો છે
જો કે, લોકઅપમાં પૂનમ પાંડેએ પોતાના માતા સાથે અણ બનાવ અંગના આવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. મધર્સ ડે પર, ચાલો જાણીએ પૂનમ પાંડે અને તેની માતા વચ્ચેના ખૂબ જ ખાસ સંબંધ વિશે. મિડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે પૂનમ પાંડેને પૂછવામાં આવ્યું કે શું તેની માતા માટે તેને તે જેવી છે તેવી સ્વીકારવી સરળ છે? જવાબમાં પૂનમે કહ્યું, 'મને ખૂબ ડર હતો કે કદાચ માતા શોમાં આવવા માટે સંમત નહીં થાય કારણ કે તે મારા અને ભૂતકાળમાં થયેલી મારી ભૂલોથી ખૂબ નારાજ છે.'
તેણે બધું હોવા છતાં માફ કરી દીધી
પૂનમ પાંડેએ કહ્યું, 'હું ખૂબ ડરી ગઈ હતી. જોકે આ શોમાં હું આવી હતી તો મમ્મીએ મને માફ કરી દીધી હતી. આ વિશે વાત કરતાં પૂનમ પાંડે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તે પોતાના આંસુ રોકી શકી નહીં. તેણે કહ્યું, 'મારા જેવી દીકરી હોય તો તેને કેવું થતું હશે તેની હું કલ્પના પણ નથી કરી શકતી. ક્યારેક હું વિચારું છું કે જો હું તેની જગ્યાએ હોત તો હું શું કરત. હું તેને શબ્દોમાં કેવી રીતે વર્ણવું તે જાણતી નથી.
પૂનમ પાંડેએ કહ્યું- માતા આવી જ હોય છે
પૂનમ પાંડેને તેની માતા પર ખૂબ ગર્વ છે કે કારણકે તેની માતાએ તમામ ભૂલો છતાં તેને સ્વીકારી છે અને હજુ પણ તેની પડખે ઉભી છે. પૂનમે કહ્યું કે ગમે તે થાય, તે માતા છે અને માતા આવી જ હોય છે. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ભારતીય ક્રિકેટ ટીમ જીતવા પર ટોપલેસ થવાનું વચન આપ્યું હતું.
Mothers Day 2022Poonam PandeyEntertainment News


