Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કવરેજ કરવું એ હવે ગુનો !

મહેસાણા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજ વહેલી સવાર થી ઠેર ઠેર એક બોર્ડ લગાવવામાં આવ્યા છે જ્યાં સૂચના આપવામાં આવી છે કે હોસ્પિટલમાં મીડિયાને કવરેજ કરવું તે ગેરકાનૂની છે. જનતાના પૈસે બનેલી સિવિલ હોસ્પિટલમાં આમ બોર્ડ લગાવવા એ કેટલા યોગ્ય એ સવાલ ઉઠ્યા છેમહેસાણાની જનરલ હોસ્પિટલમા આજ વહેલી સવારથી ચર્ચામાં છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ઠેરઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે ' હોસ
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કવરેજ કરવું એ હવે ગુનો
Advertisement
મહેસાણા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજ વહેલી સવાર થી ઠેર ઠેર એક બોર્ડ લગાવવામાં આવ્યા છે જ્યાં સૂચના આપવામાં આવી છે કે હોસ્પિટલમાં મીડિયાને કવરેજ કરવું તે ગેરકાનૂની છે. જનતાના પૈસે બનેલી સિવિલ હોસ્પિટલમાં આમ બોર્ડ લગાવવા એ કેટલા યોગ્ય એ સવાલ ઉઠ્યા છે
મહેસાણાની જનરલ હોસ્પિટલમા આજ વહેલી સવારથી ચર્ચામાં છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ઠેરઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે " હોસ્પિટલ ખાતે વિડીઓગ્રાફ અને ફોટોગ્રાફી કરવી ગેરકાનૂની છે.કોઈ પણ મીડિયા કવરેજ કરવું તે પણ ગેરકાનૂની છે" ત્યારે આ આવા પ્રકારના બોર્ડ મહેસાણા સિવિલ હોસ્પિટલ બને પ્રથમ વાર લગાવવામાં આવ્યા છે ત્યારે આ બોર્ડ કોના ઈશારે લગાવવામાં આવ્યા છે તે પણ એક ચર્ચાએ જોર પડકયું છે.
દર્દીઓ ને પડતી મુશ્કેલીઓ મીડિયા ઉજાગર કરતું હોય છે અને અકસ્માત, ક્રાઈમ જેવી ઘટના બને ત્યારે મીડિયા સમાચાર અને ફોટા લેવા હોસ્પિટલમાં આવતું હોય છે.  તેમને અટકવવા આવા બોર્ડ લગાવી શું સિવિલમાં ચાલતી બેદરકારી અને પોતાની લીલીયાવાડી બહાર ના આવે તે માટે બોર્ડ લગાવવા માં આવ્યા,? તે ચર્ચા ચાલી રહી છે. 
આવા બોર્ડ લગાવી સિવિલ હોસ્પિટલના અધિકારીઓ શું છુપાવવા માંગી રહ્યા છે તે સવાલ પુછાઇ રહ્યો છે.  શું સિવિલ હોસ્પિટલમાં ગેરકાનૂની કામો થઈ રહ્યા છે ? આવા બોર્ડ લગાવી લોક શાહીનું હનન થઇ રહ્યું છે.  કોઈ પણ ઘટના બને ત્યારે મીડિયા હોસ્પિટલમાં ફોટોગ્રાફી કરવા જાયછે ત્યારે તેમને પહેલા સિવિલ સર્જનની પરમિશન લો તેવું કહેવા માં આવે છે. 
સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ ગંદગી અને અસુવિધાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, તેના ગણતરીના દિવસોમાં સિવિલ ના મેનેજમેન્ટ દ્વારા આવા બોર્ડ લગાવવા માં આવ્યા છે. 
લોકોના પૈસે બનેલી સિવિલમાં હવે મેનેજમેન્ટ માલિક બન્યું છે.  જયારે આ બાબતે પૂછતાં કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી
Tags :
Advertisement

.

×