Jagannath Puri Rath Yatra Stampede: જગન્નાથ પુરીમાં મોટી દુર્ઘટના! 50થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ
ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુ:ખદ અકસ્માત થયો ધક્કામુક્કી થઈ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી રથ પર બેઠેલા ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી Puri Rath Yatra Stampede: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક...
Advertisement
- ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુ:ખદ અકસ્માત થયો
- ધક્કામુક્કી થઈ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી
- રથ પર બેઠેલા ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી
Puri Rath Yatra Stampede: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુ:ખદ અકસ્માત થયો. રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે, જ્યારે ભક્તો ભગવાનના દર્શન માટે શ્રી ગુંડીચા મંદિરની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા, ત્યારે ધક્કામુક્કી થઈ અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ઘાયલોને તાત્કાલિક પુરી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના શ્રી ગુંડીચા મંદિરની સામે શારદાબલી નજીક બની હતી, જ્યારે રથ પર બેઠેલા ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી.
Advertisement


