Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અરવલ્લી ભિલોડામાં ભાજપ પ્રવેશ કાર્યક્રમમાં ચોરોને જલસાં

એક તરફ રાજ્યમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. નેતાઓ પોતાની શાન અને દબદબો જાળવા 'પ્રજાહિત' માટે પક્ષપલટો કરી રહ્યાં છે. કોણ કઇ પાર્ટીમાં જોડાશે તેની રાજનીતિ ચાલુ છે. આજે અરવલ્લી ભીલોડા ખાતે આર જી બારોટ કેમ્પસમાં ભાજપનો કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યાંમાં લોકો આવ્યાં હતાં.આજે ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપના પ્રદ્શ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્à
અરવલ્લી ભિલોડામાં ભાજપ પ્રવેશ કાર્યક્રમમાં ચોરોને જલસાં
Advertisement
એક તરફ રાજ્યમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. નેતાઓ પોતાની શાન અને દબદબો જાળવા 'પ્રજાહિત' માટે પક્ષપલટો કરી રહ્યાં છે. કોણ કઇ પાર્ટીમાં જોડાશે તેની રાજનીતિ ચાલુ છે. આજે અરવલ્લી ભીલોડા ખાતે આર જી બારોટ કેમ્પસમાં ભાજપનો કાર્યક્રમ હતો. જેમાં મોટી સંખ્યાંમાં લોકો આવ્યાં હતાં.
આજે ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપના પ્રદ્શ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. ભિલોડામાં યોજાનાર કાર્યક્રમનો જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ આખા કાર્યક્રમનો તખ્તો તૈયાર કરીને આખરી ઓપ અપાયો હતો. આ કાર્યક્રમમાં આજે  લાંબાં સમયની અટકળો બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કેવલ જોષીયારાએ કેસરિયો ખેસ ઘરણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે, પણ આ તકનો લાભ લેભાગુ ટોળકીને પણ મળ્યો છે, આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોના પાકીટ પર તસ્કરો તૂટી પડ્યાં છે. એક બે નહીંં પણ આખા કાર્યક્રમમાંથી 25થી વધુ પાકીટ ચોરાયાં છે. ન માત્ર આંગતુકો પણ ખુદ કેવલ જોષીયારાને મળેલાં શુકનના 21 હજાર રોકડના ચોરને શુકન થયાં. સાથે જ 50 હજારની કિંમતનો ફોન તેમજ કેવલ જોષીયારના બનેવીના પણ 58 હજારની રોકડની ચોરી થઇ છે. ભીડનો લાભ લઇ તસ્કરો લાખોની રોકડ ચોરી ગયાં. લાગે છે ત્યાં કોઇએ બોર્ડ નહીં માર્યું હોય - પાકીટ ચોરથી સાવધાન. હવે જાહેર કાર્યક્રમમાં પણ પોતાના માલસામન સાચવાના માટે બોર્ડ મારવા જોઇએ. 
પાકીટ ચોરોએ ભાજપ પ્રવેશ કરી રહેલા પરિવારને નિશાન બનાવ્યો છે. જેમાં કેવલ જોષીયારાને શુકનમાં મળેલા 21 હજાર રોકડ ચોરાયા સાથે જ કેવલ જોષીયારાના બનેવીના 50 હજારના ફોનની પણ ચોરી થઇ હતી. આ સાથે જ પાકીટ ચોરોએ 25 જેટલા લોકોને શિકાર બનાવ્યાં છે. આ ચોરી અંગે ભિલોડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Tags :
Advertisement

.

×