Jamnagar : Bharat પાક. તણાવ વચ્ચે ફલ્લા ગામ સુરક્ષા મુદ્દે બન્યું આત્મનિર્ભર
ભારત-પાક. તણાવ વચ્ચે ફલ્લા ગામ સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે. યુવાઓએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગામને સ્માર્ટ બનાવ્યું.
Advertisement
જામનગર જિલ્લામાં આવેલ ફલ્લા ગામ પહેલેથી પોતાની ઓળખ ધરાવે છે. ફલ્લા ગ્રામપંચાયતનું સંચાલન યુવાનો કરી રહ્યા છે, અને યુવાનોએ આજની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ગામને સ્માર્ટ ગામ બનાવ્યું છે. ફલ્લા ગામ 2018 થી સંપૂર્ણ પણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તેમજ ગામના છેવાડાના લોકોને ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવતી સૂચના મળી રહે તે માટે આખા ગામમાં માઇક સિસ્ટમ લગાવામાં આવી છે. કોરોના, વાવાઝોડા અને ભૂકંપ જેવી વિપરિત પરિસ્થિતિમાં લોકોને તમામ પ્રકારની સૂચનાઓની આપલે કરવામાં આવતી હતી.
Advertisement


