Jamnagar : ગર્ભમાં બાળકના મોત, ક્રૂર પિતા પોલીસ હવાલે
જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી કોઈ ભૂલ થઈ જતાં નિર્દય પતિએ ઢોર માર માર્યો હતો.
Advertisement
Jamnagar : જામનગરમાં હેવાન પતિએ ગર્ભવતી પત્ની સાથે અમાનુષી વર્તન કર્યું હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. જમવાનું બનાવવામાં ગર્ભવતી પત્નીથી કોઈ ભૂલ થઈ જતાં નિર્દય પતિએ ઢોર માર માર્યો હતો. ગર્ભવતી પત્નીને માર મારતા ગર્ભમાં રહેલ 5 માસનાં બાળકનું મોત નીપજ્યું છે. આ મામલે ક્રૂર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવતા દરબારગઢ પોલીસ ચોકીનાં (Darbargarh Police Chowki) સ્ટાફે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement


