Jamnagar Mock Drill : કટોકટીની સ્થિતિનો સામનો કરવા જામનગરમાં મોકડ્રીલ યોજાઈ
જામનગરમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિસ્ટલ મોલ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલ યોજાયું હતું.
Advertisement
જામનગરમાં 4 ના ટકોરે યુદ્ધનું સાયરન વાગ્યું હતું. ખોડિયાર કોલોની નજીક ક્રિષ્ટલ મોલમાં તંત્રની મોકડ્રીલ યોજાઈ હતી. યુદ્ધના સમયે બોમ્બ પડે અને આગનો બનાવ બને તે પ્રકારે મોકડ્રીલ યોજાઈ છે. મોકડ્રીલમાં 100 જેટલા લોકો ક્રિષ્ટલ મોલમાં ફસાયા હતા. તમામને તંર્ દ્વારા સલામત રીતે બહાર કઢાયા હતા. 20 જેટલા ગંભીર થતા તાત્કાલીર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. યુદ્ધ થાય તો સિવિલ ડિફેન્સની કામગીરી અંગે મોકડ્રિલ યોજાઈ છે. સેનાના જવાનો, પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતનાઓ મોકડ્રિલમાં જોડાયા હતા. નાગરિકોને સલામત સ્થળે ખસેડવા સહિતની મોકડ્રિલમાં કામગીરી કરાઈ હતી. યુદ્ધ સમયે લોકોએ કઈ રીતે બચવું તે અંગે તાલીમ અપાઈ હતી.
Advertisement


